Gujarat

સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના ગાણડે ગામડુ ચૂંટણી પ્રચારાર્થે ખૂંદતાં આમ આદમી પાર્ટીના નેતા ભરત નાકરાણી તેમજ તેની ટીમ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા ભરત નાકરાણી તેમજ તેની ટીમ દ્વારા ગામડે ગામડે ચૂંટણી પ્રચાર ઝુંબેશ પૂરઝડપે અને પૂરજોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય હવે આરામ હરામ હૈ એ સૂત્રને સાર્થક કરતા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ. છેલ્લા ત્રણ દિવસથી બોરાળા, મોલડી, લીલીયા તાલુકાના ટીંબડી જેવા નાના ગામમાં પણ આમ આદમી પાર્ટીના નેતા ભરત નાકરાણી તેમજ તેની ટીમ સતત લોકસંપર્ક અને લોકસંવાદ કરતી જોવા મળે છે. એક વાત પણ સ્પષ્ટ છે કે ચૂંટણી પણ આમ ગણો તો એક જંગ જ છે અને જંગમાં નિરાંત ન પોસાય.. સખત મહેનત અને લોકસંપર્ક ઘણી વખત ચૂંટણી પરિણામોના આયામો બદલી શકતી હોય છે. પેલી કાચબા અને સસલાની વર્તા માફક સ્લો એન્ડ સ્ટીડી વીન્સ ધ રેસ. ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધીએ તો મંજિલ સુધી પહોંચવાનું વધુ સરળ રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *