Gujarat

છોટાઉદેપુર સબ જેલના સિપાહી દ્વારા માસ સીએલ મુકી પોતાની માંગણીઓ સાથે સરકાર સામે સુત્રોચ્ચાર

કર્મચારીઓ અતિ ગંભીર ગુનાના બંદીવાનો સાથે સતત સંઘર્ષમાં રહેતા હોય છે તેમની નોકરી પણ અતી કઠિન હોય અને પોલીસ વિભાગમાં કર્મચારીઓની જેમ જ જેલ વિભાગના કર્મચારીઓ પણ ૨૪ કલાક ફરજમાં બંધાયેલા હોય તથા આવશ્યક સેવાઓમાં આવતા હોય અને તેમની દર ત્રણ વર્ષ જિલ્લા ફેર બદલી થતી હોય છે આવી પરિસ્થિતિમાં જેલ કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે તથા નિરાશા ઉત્પન્ન ન થાય અને કર્મચારીઓનો ઉત્સાહ અને નૈતિકતા જળવાઈ રહે તે હેતુ સર ખાસ ભથ્થા ફિક્સ પગારના કર્મચારીઓનો રજા પગાર તથા વોશિંગ એલાઉન્સ જેલ વિભાગના કર્મચારીઓને મળી રહે અને ફરી વિસંગત ઉભી ન થાય તે માટે સરકારમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવતા તેઓની માંગો સંતોષવા તેઓએ તારીખ ૨૬ ના રોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર આવેદનપત્ર આપી લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી અને જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તારીખ ૨૮મી એટલે કે આજરોજ તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર સબજેલના તમામ કર્મચારીઓ માસ સિએલ મૂકી પોતાની કામગીરીથી દૂર રહ્યા હતા. જેલના તમામ કર્મચારીઓ માંસ સી એલ ઉપર જતા જેલની રોજિંદી કામગીરી જેવી કે કેદીઓને હોસ્પિટલમાં મોકલવા કોર્ટની મુદ્દત હોય તો મુદ્દતમાં હાજર કરવા જેલની શિસ્ત અને અનુશાસન તથા વહીવટીની કામગીરી પર અસર ન પડે તે માટે છોટાઉદેપુર સબજેલના જેલ અધિક્ષક બી.કે. જાખલે વડી ક્ચેરીએ આ અંગે જાણ કરી છોટાઉદેપુર સીટી પોલીસની મદદ લઈ કામગીરી પર કોઈ અસર ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *