Gujarat

વંથલી તાલુકાના ટીનમસ ગામે રક્તદાન કેમ્પ યોજાયો

વંથલીના ટીનમસ ગામે સ્વ. ગૌતમ પોલાભાઈ ડાંગરના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદઘાટક તરીકે ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા તથા સર્વોદય બ્લડ બેન્કના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો  હતો. આ કેમ્પમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફે કામગીરી બજાવી હતી તથા સર્વોદય બ્લડ બેન્કના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ટીનમસ ગામના આ કેમ્પમાં ૧૦૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ગ્રામ્ય સમુદાયના લોકોને લોહી આપવાની પ્રેરણા મળે તેવા ઉંમદા હેતુથી તથા ગરીબ વ્યક્તિને આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂર પડે તો આ બ્લડ તેમને આપી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ગામના આગેવાન જેસીંગભાઇ નેત્રા, ખીમભાઈ મેત્રા, જતીનભાઈ ડાંગર, મહેશભાઈ મેત્રા તેમજ ટીમસ ગામના સૌએ સાથ અને સહકાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *