Gujarat

ખુલ્લામાં કાર્યક્રમમાં ભીડ ભેગી કરો પણ હોલમાં 200ની લિમિટ, CM રૂપાણીના નિવેદનથી આશ્ચર્ય

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કોરોના મહામારી વચ્ચે યોજાતા કાર્યક્રમને લઇને વાત કરી હતી. રૂપાણીએ લગ્ન પ્રસંગમાં કેટલા લોકોની ભીડ રાખવી તેને લઇને વાત કરી હતી.

કોરોના મહામારી વચ્ચે સંક્રમણ વધુ ના ફેલાય તે માટે કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જોકે, ભાજપના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. બીજી તરફ કોઇ સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં લોકોના જમાવડા માટે નિયંત્રણ બાંધી રાખવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સોશિયલ ડિસ્ટસિંગને લઇને કહ્યુ કે, લગ્ન સમારંભમાં 100 લોકોને કાર્યક્રમમાં ભેગા થવાની મંજૂરી છે, હોલમાં કાર્યક્રમમાં 200 લોકો જ્યારે ખુલ્લામાં આયોજન અંગેના કાર્યક્રમમાં કોઇ લિમિટ નથી.

મુખ્યમંત્રીએ કોરોના મહામારીને લઇને આપવામાં આવેલી ગાઇડલાઇનના ભંગ અંગે કહ્યુ કે, સોશિયલ ડિસ્ટસિંગનો ભંગ હોય, માસ્ક ના પહેર્યુ હોય તો તેનો ભંગ કહેવાય. આપણે માસ્ક માટે દંડ લઇએ છીએ, બીજો કોઇ દંડ લેતા નથી.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. 24 કલાકમાં કોરોના વાયરસના 471 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે આ મહામારીને કારણે વધુ એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.રાજ્યમાં દર્દી સ્વસ્થ થવાનો દર 96.17 ટકા છે.

Vijay-Rupani_marriage.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *