Delhi

કારમાં ૬ એરબેગ ફરજીયાત કરવાનો નિયમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો

નવીદિલ્હી
કારમાં ૬ એરબેગ ફરજીયાત કરવાનો નિયમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આ નિયમ ૧ ઓક્ટોબર ૨૦૨૨થી લાગુ નહીં થાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ અંગે ટિ્‌વટ કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હવે ૬ એરબેગનો નિયમ ૧ ઓક્ટોબર, ૨૦૨૩થી લાગુ થશે. ગડકરીએ જણાવ્યું કે, આ નિયમને લાગુ કરવાથી ઓટો ઇન્ડસ્ટ્રી સામે આવનારી સપ્લાઇ ચેનની લગતી મુશ્કેલીઓને જાેતાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. અગાઉ સરકારે સુરક્ષા ધોરણોમાં ફેરફાર કરતાં ૫થી વધુ સીટવાળી કારોમાં કંપની ફિટેડ ૬ એરબેગ અંગેના નિયમને અનિવાર્ય કરતાં તેના પાલન માટે ૧ ઓક્ટોબર, ૨૦૨૨ની તારીખ આપી હતી. જાેકે, માર્કેટની સમસ્યાઓને જાેતાં નિયમ લાગુ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગડકરીએ ટિ્‌વટ કરતાં કહ્યું કે, ઓટો ઇન્ડસ્ટ્રીને સતત ગ્લોબલ સપ્લાઇ ચેનની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં નિયમ આ સમયે લાગુ કરવાથી ખોટી અસર પડશે. આનાથી ગ્લોબલ ઇમ્પેક્ટ અને ઇકોનોમિકલ ઇમ્પેક્ટ જાેતાં પેસેન્જર કારોમાં ૬ એરબેગના નિયમને ફરજીયાત કરવાના પ્રસ્તાવને હવે ૧ ઓક્ટોબર, ૨૦૨૩થી લાગુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અગાઉ, ઓટો મેન્યુફેક્ચર્સે આ નિયમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, હાલ કાચા માલની સપ્લાઇને લઇને પડી રહેલી મુશ્કેલીઓને જાેતાં ૬ એરબેગનો નિયમ માર્કેટમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ નિયમ થોડા સમય માટે ટાળવા માટે સરકારને અપીલ પણ કરવામાં આવી હતી. જે બાદ હવે સરકાર તરફથી મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *