ભારત સરકારના પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા તા.૨-૧૦-૨૦૨૨ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે માણાવદર તાલુકાના નરેડી ખાતે આયોજિત યુથ સંમેલન/ @20 પ્રોગ્રામમાં સહભાગી થશે.
કેન્દ્રીય મંત્રીશ્રી આ યુથ સંમેલનના પૂર્વે સવારે ૯.૦૦ કલાકે પીપલાણા ખાતેના ભગવાન સ્વામિનારાયણના દર્શનાર્થે જશે. ત્યારબાદ પીપલાણા થી નરેડી સુધીની બાઈકરેલીમાં જોડાશે. અંતમાં નૂતન મિલ માણાવદર ખાતે સવારે ૧૧.૩૦ કલાકે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજશે.
