મુંબઇ
તહેવારોની સિઝનમાં તમારી ઇએમઆઇ વધુ મોંઘી થઈ ગઈ છે. ઇમ્ૈંએ સતત ચોથી વખત રેપો રેટ વધારવાનો ર્નિણય લીધો છે. આરબીઆઈએ રેપો રેટ ૫.૪૦ ટકાથી વધારીને ૫.૯૦ ટકા કર્યો છે, રેપો રેટમાં ૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. ઇબીઆઇ મોનેટરી પોલિસીની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે. એટલે કે હવે પાંચ મહિનામાં ૧.૯૦ ટકાનો વધારો થયો છે. આરબીઆઈના આ ર્નિણય બાદ હોમ લોનથી લઈને કાર લોન અને એજ્યુકેશન લોન મોંઘી થવાની ખાતરી છે. બીજી તરફ, જેમણે પહેલેથી જ હોમ લોન લીધી છે, તેમની ઇએમઆઇ વધુ મોંઘી થશે. આરબીઆઇ ગવર્નરે મોનેટરી પોલિસી કમિટીની બેઠકના ત્રણ દિવસ બાદ રેપો રેટ વધારવાનો ર્નિણય લીધો છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠક ૨૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર ૭ ટકા રહ્યો છે. જેના કારણે મોંઘવારી રોકવા માટે આરબીઆઈએ વ્યાજદરમાં વધારો કરવાનો ર્નિણય લેવો પડ્યો હતો. આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ૦.૫૦ ટકા જેટલો વધારો કરવામાં આવતા નવો રેપો રેટ ૫.૯૦ ટકા પર પહોંચ્યો છે. તો એપ્રિલ ૨૦૧૯ બાદ રેપો રેટ તેના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. આરબીઆઈએ માર્ચ ૨૦૨૦ માં કોરોના મહામારી કારણે લાગેલા લોકડાઉનની અસરને ઘટાડવાના ઉદ્દેશ્યથી રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. આ પછી સ્થિતિ સામાન્ય થયા બાદ રેપો રેટને ૪ મે, ૨૦૨૨ સુધી સ્થિર રાખવામાં આવ્યો હતો. જે બાદ સતત ચોથીવાર રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે આરબીઆઈને ફુગાવાનો દર ૨ ટકાની વધ-ઘટ સાથે ૪ ટકા પર રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. જાેકે, રિટેલ ફુગાવો જાન્યુઆરીથી આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. ફુગાવાના ઊંચા સ્તર વચ્ચે રુપિયાના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. યુએસ ડોલર સામે રૂપિયો હાલમાં ૮૨ ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારો કર્યા બાદ વિનિમય દરમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો છે. નિષ્ણાતોના મતે સેન્ટ્રલ બેંક ફરી એકવાર કી પોલિસી રેટ રેપોમાં ૦.૫૦ ટકાનો વધારો કરી શકે છે જેથી તે ૫.૯ ટકાની ત્રણ વર્ષની ટોચે લઈ જાય. હાલમાં તે ૫.૪ ટકા છે. આરબીઆઈએ મે મહિનાથી રેપો રેટમાં ૧.૪૦ ટકાનો વધારો કર્યો છે. ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમે જણાવ્યું હતું કે યુએસ સહિત અન્ય ઘણી સેન્ટ્રલ બેન્કોના વ્યાજદરમાં ઝડપી વધારા વચ્ચે આરબીઆઈ નીતિગત વ્યાજ દરોમાં ઓછામાં ઓછો ૦.૩૫ થી ૦.૫૦ ટકાનો વધારો કરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં, આરબીઆઇએ મોંઘવારી વધ્યા બાદ સતત ચોથી વખત રેપો રેટ વધારવાનો ર્નિણય કર્યો છે. ૪ મેના રોજ રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૪.૪૦ ટકા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ૮ જૂને તેમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઓગસ્ટમાં રેપો રેટમાં ફરી ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રેપો રેટમાં ફરીથી ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઇના આ ર્નિણય બાદ રેપો રેટમાં ૧.૯૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઇના તાજેતરના ર્નિણય બાદ ખાનગીથી લઈને સરકારી બેંકો લોન મોંઘી કરી શકે છે.


