ભારત સરકાર દ્વારા આયોજીત કોરોના રસીકરણ ના કાર્યક્રમ માં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસિકરણના ભાગરૂપે જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી જે.બી.ગઢવી, ડીવાયએસપી આર.વી.ડામોર, ડીવાયએસપી એચ.એસ.રતનું, સહિતના પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ પોલીસ હેડ કવાર્ટર, જૂનાગઢ શહેર ખાતે ખાસ વ્યવસ્થા કરી, રસીકરણ માં ભાગ લઈ કોરોના ની રસી લીધેલ હતી.. ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ, સહિતના તમામ તાલુકા મથક ખાતે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને રસિકરણની વ્યવસ્થા ગોઠવી, રસીકરણ કરવામાં આવેલ હતું…
