સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
થયું સઘળું પાવન આ પર્વ નવરાત્રીનો એમાં વિજયાદશમીનો વિજયોત્સવ થયો સોહામણો..
સાવરકુંડલા શહેરમાં લોહાણા બોર્ડિંગ ખાતે વીરદાદાજસરાજ સેના આયોજિત ગરબા મહોત્સવ અંતર્ગત ગઈકાલે નવરાત્રીના નવલાં નોરતાના પર્વ પર રાસ ગરબાની રમઝટ બોલી. નાનાં મોટાં ખૈલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યાં આ અંતિમ દિવસે ખૈલૈયાઓને તેમનાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવેલ તથા આ ગરબા મહોત્સવમાં ભાગ લેનારા તમામ ખૈલૈયાઓના પરિવાર દીઠ એક પ્રોત્સાહક ભેટ સાવરકુંડલા શહેરનાં લોહાણા સમાજના અગ્રણી કમલેશભાઈ સૂચક તરફથી આપવામાં આવેલ. આમ તો દરરોજ નવરાત્રિ દરમ્યાન ઉપસ્થિત તમામને નાસ્તો પણ કરાવવામાં આવેલ. આમ ખૂબ શ્રધ્ધા અને ભાવથી રાસ ગરબા અને માતાજીની સ્તુતિ વંદના કરવામાં આવી હતી. આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા વીરદાદાજસરાજ સેનાનાં તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને પરિણામસ્વરૂપે આ નવરાત્રિ મહોત્સવ ખૂબ સફળ રહ્યો હતો. આમ વીરદાદાજસરાજ સેનાના પ્રમુખ હિતેષ સરૈયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ગરબા મહોત્સવના આયોજનને ચાર ચાંદ લગાવી દીધા.
