સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ ખાતે પાવર હાઉસની પાછળ ગુરૂદર્શન ઇન્ડસ્ટ્રીઝ એરિયા તથા પ્લોટના વેચાણનો આજરોજ શુક્રવારે સવારે ૧૦ કલાકે શુભારંભ થયો. શરૂઆતમાં જ આ પ્લોટના વેચાણમાં શહેરના વેપારીઓની ભારે માંગ જોવા મળી. આ શુભારંભ પ્રસંગે શહેરના અનેક રાજકીય અગ્રણીઓ અને સ્કેલ ઇન્ડસ્ટ્રીના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ તો જેસર રોડ જેવા પોશ એરિયામાં શેડ સાથેનો પ્લોટ કાંટા ઉદ્યોગ માટે તો આશિર્વાદરૂપ જ ગણાય. આ સમગ્ર પ્લોટીંગને શિવાજીનગર રોડ તથા જેસર રોડ બાયપાસ ટચ થતો હોય ટ્રાન્સપોર્ટેશન માટે પણ ઘણો સુવિધાજનક વિસ્તારો ગણાય. કેતનભાઈ ડોડીયા, મહેશભાઈ ડોડીયા તથા પ્રકાશભાઈ કારેલિયા દ્વારા આયોજિત આ પ્લોટીંગ લોખંડ ઈન્ડસ્ટ્રીઝ માટે ખૂબ અનુકૂળ ગણાય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. આ ઉદ્ઘાટનના સમારોહમાં સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી, અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તેમજ ડી. કે પટેલ સમેત અનેક અગ્રણીઓએ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી.

