નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2021-22નું બજેટ સંસદમાં રજૂ કરશે. કોરોના સંકટ સમયમાં આવી રહેલું આ બજેટ ઐતિહાસિક બની શકે છે. આવો જાણીએ તમારે આ બજેટમાં ખાસકરીને કઈ વાતો સાંભળવી જોઈએ.
1. ટેક્સની જોગવાઈ
ઈનકમ ટેક્સની જોગવાઈ બધા જ લોકોના ખિસ્સા ઉપર સીધી અસર નાંખે છે. તેથી તમારે તે સાંભળવું જોઈએ કે, નાણામંત્રી ઈનકમ ટેક્સ વિશે શું જાહેરાતો કરે છે. વિમા પ્રીમિયમ, 80સી વગેરે હેટળ મળનાર છૂટની જોગવાઈઓ ઉપર નજર રાખો.
2. ખેડૂત અથવા કૃષિ
દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે તે જોવું મહત્વપૂર્ણ રહેશે કે, મોદી સરકાર ખેડૂતો અને ખેતી માટે શું જાહેરાત કરે છે. પીએમ મોદીએ ખેડૂતોની આવક બેગણી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ બજેટમાં ખેડૂતો માટે અનેક નવી જાહેરાતો કરવામાં આવી શકે છે.
3. ગ્રામીણ ખર્ચ
અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવા માટે ગ્રામીણ ક્ષેત્રને રાહત આપવી ખુબ જ જરૂરી છે. સરકાર મનરેગા જેવી યોજનાઓ ગ્રામીણ વિકાસ અને પ્રાથમિક માળખા માટે શું જાહેરાત કરે છે, તેના પર નજર રાખવી જોઈએ.
4. રાહત પેકેજ
તમારે તે વાત ઉપર પણ નજર રાખવી જોઈએ નાણામંત્રી ઈકોનોમીને રાહત પેકેજ વિશે શું જાહેરાત કરે છે. સરકાર પાછલા વર્ષે લગભગ 30 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપી ચૂકી છે, પરંતુ હવે બાકી રહેલા ખરાબ સ્થિતિમાં ચાલી રહેલા સેક્ટર આવા પેકેજની રાહ જોઈ રહ્યાં છે.
5. કોવિડ અને હેલ્થકેર
નાણામંત્રી કોરોનાની રસીકરણ અને સ્વાસ્થ્ય સંબંધી પ્રાથમિક માળખાના વિકાસ સાથે જોડાયેલી જાહેરાત કરી છે. તેના ઉપર પણ બધાની નજર રહેશે, ખાસકરીને તેના ઉપર પણ નજર રહેશે કે, કોવિડ-19ના રસીકરણ માટે શું જોગવાઈ કરવામાં આવે છે.
6. રોજગાર
કોરોના સંકટના કારણે દેશમાં કરોડો લોકો બેરોજગાર બની ગયા છે. તેથી બધાની નજરે હવે તે વાત પર છે કે, રોજગાર વિશે સરકાર શું જાહેરાત કરે છે. કરોડો યુવાઓની નજર તે વાત પર રહેશે કે, રોજગાર વધારવા માટે સરકાર કઈ નવી યોજના રજૂ કરે છે.
7. રેલવે
રેલવેને લઈને જોગવાઈઓ પર બધાની નજરો રહે છે. બજેટમાં નવી ટ્રેને ચલાવવા અથવા ખાનગી ટ્રેનો ચલાવવા વિશે જાહેરાત કરવામાં આવી શકે છે. આવી જ રીતે અન્ય સુખ-સુવિધાઓની જાહેરાત કરવામાં આવી શકે છે.
8. રિયલ એસ્ટેટ અને મકાન
કોરોનાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરની સ્થિતિ ખરાબ છે. સરકાર આગામી કેટલાક વર્ષોમાં બધાને મકાન આપવાનો ટાર્ગેટ રાખ્યો છે, તેથી સસ્તા મકાન પર જોર આપવામાં આવી રહ્યો છે. તેથી રિયલ એસ્ટેટને રાહત આપવી જરૂરી છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ગરીબોને મકાન આપવા વિશે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
9. વિનિવેશ ટાર્ગેટ
સકકાર માટે હવે વિનિવેશ કમાણીનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. કોરોનાના કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં તો કંઈ ખાસ વિનિવેશ થઈ શક્યું નથી,તેથી આ બજેટમાં સરકાર આક્રમક રીતે વિનિવેશ લક્ષ્ય નક્કી કરી શકે છે. સામાન્ય લોકોને રૂચિ ખાસ કરીને થશે એલઆઈસીનો કેટલો હિસ્સો સરકાર વેચે છે અને તેમાં આઈપીઓ વિશે શું પ્રગતિ થાય છે.
10. ઈમ્પોર્ટ ડ્યુટી
બજેટમાં સરકાર ઘરેલૂ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી શકે છે. તેનાથી હાલમાં કેટલાક સામાન મોંઘા થઈ શકે છે.