નવી દિલ્હી:
નાણાંત્રી નિર્મલા સીતારમણ એક વખત ફરીથી બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. આ બજેટથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ બજેટથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય વ્યક્તિને રાહત આપવામાં આવશે. બજેટથી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને કેટલીક સલાહ સૂચનો આપ્યા છે. તેમને નાના ઉદ્યોગ, ખેડૂત, મજૂરો, સ્વાસ્થ્ય સેવાઓ, રક્ષા બજેટમાં વધારે ખર્ચ કરવાની વાત કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, “બજેટમાં જરૂર હોય- રોજગાર ઉભા કરનાર નાના ઉદ્યોગ, ખેડૂત અને મજૂરોનું સમર્થન, જીવ બચાવવા માટે સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ. બોર્ડરોની સુરક્ષા માટે રક્ષા ખર્ચો વધારવામાં આવે.”
આ એક વચગાળાના બજેટ સહિત મોદી સરકાનું નવમુ બજેટ થવાનું છે. આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે, જ્યારે દેશ કોવિડ-19 સંકટથી બહાર નિકળી રહ્યું છે. આમાં વ્યાપક રૂપથી રોજગાર ઉભો કરવા અને ગ્રામીણ વિકાસ પર ખર્ચને વધારવા, વિકાસ યોજનાઓ માટે ઉદાર વહેંચણી, કરદાતાઓના હાથમાં વધારે પૈસા આપવા અને વિદેશી કરને આકર્ષિત કરવા માટે નિયમોને સરળ કરવાને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.