મ્યાંમારની સેનાએ સોમવારે સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચીને હિરાસતમાં લઈને તખ્તાપલટ કર્યું છે. સેનાએ જાહેરાત કરી છે કે, તેમને ઈમરજન્સી સ્ટેટ હેઠળ દેશનું નિયંત્રણ એક વર્ષ માટે પોતાના હાથમાં લઈ લીધું છે. ન્યૂઝ એજન્સી એએફપીએ તેની જાણકારી આપી છે.
સિવિલિયન ગવર્નમેન્ટ અને શક્તિશાળી સેના વચ્ચે તણાવ વધ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. સેનાએ મ્યાંમારના ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો છે
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે, યંગૂન મુખ્ય શહેરમાં સીટી હોલ બહાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વચ્ચે રાજ્ય સંચાલિત એમઆરટીવી ટેલિવિઝને એક ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, તેઓ ટેકનીકલ મુદ્દાઓના કારણે પ્રસારણ કરવામા અસમર્થ છે.
જણાવી દઈએ કે, આનાથી પહેલા મ્યાંમારની સેનાએ પોતાના પ્રમુખના તે વિવાદીત નિવેદનોને શનિવારે ફગાવી દીધા હતા, તેમને તખ્તાપલટનો ચેતવણી માનવામાં આવી રહ્યો છે. સેનાએ દાવો કર્યો છે કે, મીડિયાએ તેમના નિવેદનની ખોટી વ્યાખ્યા કરી છે. મ્યાંમારની સેનાના એક પ્રવક્તાએ પાછલા અઠવાડિયે કહ્યું હતુ કે, જો પાછલા વર્ષે નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં વ્યાપક સ્તર પર થયેલી ધાંધલીની સેનાની ફરિયાદોને નજરઅંદાજ કરવામાં આવતી રહી છે, તેથી તખ્તાપલટથી ઈન્કાર કરી શકાય નહીં. આ નિવેદનથી મ્યાંમારમાં રાજકીય ચિંતાઓ વધી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કમાન્ડર ઈન ચીફ સીનિયર જનરલ મિન આંગ લેંગે બુધવારે પોતાના ભાષણમાં વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતુ કે, જો કાયદાઓને યોગ્ય રીતે લાગૂં કરવામાં આવશે નહીં સવિધાનને રદ્દ કરવામાં આવી શકે છે. તે ઉપરાતં અનેક મોટા શહેરોના રસ્તાઓ પર સૈન્ય વાહનોની અસામાન્ય તૈનાતીથી ચિંતાઓ વધી ગઈ હતી.
જોકે, સેના તરફથી શનિવારે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, કેટલાક સંગઠનો અને મીડિયાએ કોઈપણ આધાર વગર દાવો કર્યો છે કે, સેનાએ બંધારણને રદ્દ કરવાની ચેતવણી આપી છે, મિંગ આંગ લેંગના ભાષણને સાચા સંદર્ભમાં લેવામાં આવ્યો નથીં, વાસ્તમાં તે બંધારણની પ્રકૃતિને લઈને તેમના વિચાર હતા.
મ્યાંમારમાં આઠ નવેમ્બરે થયેલી ચૂંટણીમાં સત્તાવાદી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીને 476માંથી 396 સીટો પર જીત મળી હતી, તે પછી સ્ટેટ કાઉન્સલર આંગ સાન સૂચીને વધુ પાંચ વર્ષો માટે સરકાર બનાવવાની તક મળી ગઈ હતી. સેનાની સમર્થનવાળી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીને માત્ર 33 સીટો ઉપર જ જીત મળી હતી. સેના અનેક વખત સાર્વજનિક રૂપથી ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવી ચૂકી છે.