-
ગતરોજ એક સફાઈકર્મીનું વેક્સિનની આડઅસરના કારણે મોત થયુ
-
વેકિસન લીધા બાદ સામાન્ય તાવ આવે કે પેટમાં દુખાય છે
હાલ ત્રણ તાલીમાર્થીઓને ઓબ્ઝવેર્શનમાં રખાયા
વડોદરમાં ગતરોજ કોરોના વેકિસન લીધા બાદ સફાઈ કર્મીનું મોત થયું હતું, ત્યારે આજે સોમવારના વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે 15 પોલીસ તાલીમશાળાના તાલીમાર્થીઓને વેકિસન આપવામાં આવી હતી. આ લોકોને વેક્સિન આડઅસર થતા ભારે ભાગદોડ જોવા મળી હતી.
રાજયમાં ફ્રન્ટલાઈન વર્કરોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેના ભાગરુપે ગતરોજ ઘણા એવા ઉચ્ચઅધિકારી અને પોલીસ કર્મીઓએ વેકિસન લીધી હતી. ત્યારે ગતરોજ કોરોના વેક્સિનની આડઅસર પણ જોવા મળી હતી. વેક્સિનની આડઅસરના કારણે ગતરોજ એક સફાઈ કર્મીનું મોત થતા ભારે ચકચાર જોવા મળી હતી. ત્યારે આજે વડોદરાના સયાજી હોસ્પિટલમાં 15 પોલીસ તાલીમાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. તોએની તબીયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર માટે રાખવામાં આવ્યા છે. જો કે, ત્રણ તાલીમાર્થીઓને વધુ અસર થઈ હોવાના કારણે તેઓને હાલ ઓબ્ઝવેર્શનમાં રાખવામાં આવ્યા છે.
આ અંગે વડોદરાના સયાજી હોસ્પિટલના નોડેલ ઓફિસરે જણાવ્યું છે કે, કોરોનાની રસી જયારે પણ મુકવામાં આવે છે ત્યારે તે લોકોને સામાન્ય તાવ અથવા શરીર દુખવાની પ્રકિયા શરુ થાય છે જેથી તે લોકોને ડરવાની જરુર રહેતી નથી.
જો કે, તમારા પેટમાં દુખાવો ઉપડે તો તમારે સમજી જવાનું કે કોરોનાની આ રસી તમારા શરીર પર સંપૂર્ણ અસર કરી રહી છે. કોરોના વેક્સિનની સામાન્ય આડઅસર થઈ છે જેમાં 10 મહિલા પોલીસ તાલીમાર્થી છે. વેક્સિન માટે બાકી રહેલા પોલીસ જવાનો પણ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં આવી પહોચતા હોસ્પિટલની વ્યવસ્થા ખોરવાઇ ગઈ હતી. પોલીસ જવાનોની લાંબી કતારો લાગી હતી
કોરોના વેક્સિનની આડઅસરનો ભોગ બનેલા પોલીસ તાલીમાર્થીઓ નામ
1) મિત્તલ તાંદલે 2) રાધા રાઠવા 3) લક્ષ્મી ઠાકોર 4) દીપિકા મોદી 5) શિલ્પા રબારી 6) આશા રબારી 7) આરતી મીઠાપરા 8) મેઘના ભલગામ મિયા 9) સરસ્વતી પંડ્યા 10) કવિતા ભાલીયા 11) શિલ્પા વાઘેલા 12) ગૌતમ દુધરેજીયા 13) સિદ્ધાર્થ ચૌધરી સહિત 15 પોલીસ તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.