કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના પ્લાયવૂડ વેપારી મુકેશ અગ્રવાલને બંદૂકની અણીએ અપહરણ કરીને 35 લાખ રૂપિયાની ખંડણી વસૂલવાના કેસમાં ગુજરાત ATS દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બે આરોપીઓ જયપુરના જ્યારે બે આરોપીઓ અલવરના કોલિયા ગામથી ઝડપાયા છે. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. જો કે વેપારીને સુરક્ષિત મુક્ત કરાવી લેવામાં આવ્યા હતા.
આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ રાજસ્થાનના નાગૌરનો રહેવાશી સુરેશ સોની, રાકેશ સોની (રહે. ફતેપુર), ત્રિલોક ચૌહાણ (રહે. કોલિયા ગામ, અલવર) અને સંદિપ છાજૂ સિંહ તરીકે થઈ છે. જ્યારે રાજસ્થાનના સીકર જિલ્લાના રામગઢમાં રહેતો મનોજ વ્યાસ હજુ પણ ફરાર છે.
શું છે સમગ્ર મામલો?
આરોપીઓએ 19 જાન્યુઆરીએ રાજસ્થાન પાસિંગની કારમાં ગાંધીધામમાં મુકેશ અગ્રવાલની કાર પર હુમલો કર્યો હતો. જે બાદ બંદૂકની અણીએ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને લઈને રાજસ્થાનના સાંચોર, જોધપુર અને જયપુરમાં ગોંધી રાખવામાં આવ્યા હતાય જે બાદ વેપારીના ઓળખીતા પાસેથી 35 લાખ રૂપિયા અને વેપારી પાસેથી 60 હજારનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા. 20 જાન્યુઆરીએ વેપારીને મુક્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓની આગળની તપાસ માટે ગાંધીધામ બી ડિવીઝન સોંપવામાં આવશે. 21 જાન્યુઆરીએ ગાંધીધામ બી ડિવીઝનમાં જ કેસ દાખલ થયો હતો આરોપીએ જે વાહનમાં વેપારીનું અપહરણ કર્યું હતું, તેને રાજસ્થાનના ઝૂંઝનૂ ગ્રામ્ય વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.આરોપીઓની આગળની તપાસ માટે ગાંધીધામ બી ડિવીઝન સોંપવામાં આવશે. 21 જાન્યુઆરીએ ગાંધીધામ બી ડિવીઝનમાં જ કેસ દાખલ થયો હતો આરોપીએ જે વાહનમાં વેપારીનું અપહરણ કર્યું હતું, તેને રાજસ્થાનના ઝૂંઝનૂ ગ્રામ્ય વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સીકરના રામગઢનો રહેવાશી આરોપી મનોજ વ્યાસ વેપારી મુકેશ અગ્રવાલની કંપનીમાં વિયેતનામમાં 10 વર્ષથી નોકરી કરતો હતો. મનોજ વેપારી મુકેશને સારી રીતે ઓળખતો હતો. તેને એવું હતું કે, મુકેશનું અપહરણ કરીને સારી એવી રકમની ખંડણી વસૂલી શકાય તેમ છે. જેને લઈને તેણે મુકેશ અગ્રવાલના અપહરણનું ષડયંત્ર રચ્યું હતું.


