છોટાઉદેપુર તાલુકાના જોડાવાંટ ગામે સોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શાંતી ક્લિનિક કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે જેનું આજે લોકાર્પણ કરાયું છે શાંતિ ક્લિનિકમાં આસપાસના લોકોને પ્રાથમિક સારવાર ખૂબજ રાહત દરે ઉપલબ્ધ થશે, જેની અંદર ડાયાબિટીસ, બ્લડ પેસર ટેસ્ટ પણ કરવામાં આવશે, સાથે સગર્ભા બહેનોને તપાસ બાળકોની તપાસ અને દવાઓ પણ રાહત દરે ઉપલબ્ધ થશે, વધુ બીમારી હોય તેવા સંજોગોમાં દર્દીઓને છોટાઉદેપુર હોસ્પિટલ અથવા વડોદરા હોસ્પિટલ રીફર કરવામાં માટે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ રહેશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


