હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ વારંવાર ગોચર ની જમીન માં ગેરકાયદેસર દબાણ કરવા ના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે પ્રાચી નજીક આવેલા ટિબડી ગામે પણ આવોજ એક કિસ્સો સામે આવતા ગૌ પ્રેમી માં આક્રોશ જોવા મળ્યો હતો
પ્રાચી તીર્થ નજીક આવેલ ટિબડી ગામ પાસે આવેલ વાસાવડ રોડ પર આવેલ ગોચર જમીન માં ગે રકાયદેસર રીતે દબાણ કરવા નું જાણવા મળ્યું
જાણવા મળતી માહિતી મુજબ ટિબડી ગામે રહેતા ડો પ્રદીપ ભાઈ અરસીભાઈ વાળા જે રાબેતા મુજબ પોતાની હોસ્પિટલે જવા નીકળતા જેમાં. આજ રોજ ટિબડી વાસાવડ રોડ પર આવેલી ગોચર જમીન માં દબાણ થતું હોવાનું જનતા એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવતા જમીન નો સર્વે કઢાવતા ટિબડી ગામે ખાતા નંબર 118 31-57-07ચોરસ મીટર માં સર્વે નં 3/32/49/84/9/98/50/54/55/ આમ કુલ 9 સર્વે નંબર માં ગોચર ની જમીન આવેલી છે
આ માહિતી ગુજરાત ગવર્મેન્ટ ની વેબસાઈડ( anyror) પરથી મળેલ હતી
એક તરફ લંપી વાયરસ ની બીમારી ને કારણે હજારો ગાયો મૃત્યુ પામી છે જેને દફનાવવા માટે પણનટિબડી ગામે જગ્યા નથી ટિબડી ગામમાં ગૌ શાળા હોવા છતાં ગાયો ને ચરવા માટે જગ્યા નથી અને જ્યાં ગામ તળ ની જમીન ગોચર જમીન માં બિન કાયદેસર રીતે કબજો કરી લેવા માં આવે છે જેને લઈ ડો.પ્રદીપભાઈ અરસી ભાઈ વાળા દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ને તેમજ મામલતદાર સાહેબ શ્રી ને લેખિત રૂબરૂ આવેદન આપી આવી રીતે ગેરકાયદેસર રીતે ગોચર ની જમીન માં કબજો કરતા ઈસમો ને ગોચર ની જમીન માંથી કબજો ખાલી કરાવી યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી
