વંથલી નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને હાલ શાસક પક્ષના નેતાને તડીપાળની નોટિસ ફટકારવામાં આવતાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું…..
જીલ્લા કોંગ્રેસ માં ભારે રોષ ભભૂકી ઉઠયો…
વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ શાસક પક્ષના નેતા સિરાજ વાજા ને તાજેતરમાં એસ.ડી.એમ દ્વારા જિલ્લામાંથી તડીપારની નોટિસ ફટકારવામાં આવતા વંથલી તાલુકા અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ માં રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે ગઈકાલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને સિરાજ વાજાના સમર્થનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને વધુમાં આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે ભાજપના વિઘ્ન સંતોષીઓ દ્વારા સિરાજ વાજા પ્રત્યે કિન્નાખોરી રાખી વંથલી પોલીસ સ્ટેશનમાં અવારનવાર ફરિયાદો અને ખોટી અરજીઓ કરી સિરાજ વાજા નું મોરલ તોડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માટે જે હદપારિની કાર્યવાહી કરવામાં આવી છે.તેને રદ કરવા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી.આ તકે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ અમીપરા, મહામંત્રી વી.ટી.સીડા, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ લાડાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કણસાગરા, વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પાડલીયા, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાનશાહ સોહરવદી,વંથલી નગરપાલિકાના સદસ્યો સહિત જિલ્લાભરના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી
