અમદાવાદ:
21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે તમામ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ભડકો જોવા મળી રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. પ્રદિપસિંહ જાડેજા ખાનપુર ભાજપ કાર્યાલય પહોચ્યા છે અને કાર્યકરોની વાત સાંભળી રહ્યા છે.
સાબરમતી-ચાંદખેડાની મહિલા કાર્યકરો નારાજ
સાબરમતી-ચાંદખેડાની મહિલા કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે.
પાલડી વોર્ડમાં પટેલ Vs ઠાકોરનો જંગ
ઠાકોર સમાજનું પ્રભુત્વ કરતા દિનેશ ઠાકોરના ભાઇ સુરેશ ઠાકોરને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. આ અગાઉ આ તમામ આગેવાનો બીજલ પટેલ અને સુજય મહેતાના સમર્થનમાં હતા. પાલડી ભાજપમાં પટેલ Vs ઠાકોરનું યુદ્ધ શરૂ થયુ છે. રોહિત શાહ,દિનેશ ઠાકોર સહિતના ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા
કયા 16 વોર્ડમાં પેનલો કપાઇ
થલતેજ, સૈજપુર, કુબેર નગર, અસારવા, જોધપુર, ઠાકર બાપાનગર, વિરાટનગર, સરસપુર, ખાડિયા, પાલડી, વાસણા, ઓઢવ, ભાઈપુરા, ખોખરા, લાંભા અને રામોલ વોર્ડનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં તમામ નવા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.


