Gujarat

રાજકોટ કોંગ્રેસમાં ધમસાણઃ બે નેતાને ઉમેદવારી નોંધાવવાના મેન્ડેટથી વિવાદ

વિજય જાડેજા અને આદિત્ય ગોહિલ વચ્ચે ટિકિટ મેળવવા ખેંચતાણ

રાજકોટઃ રોજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક વોર્ડમાં કોંગ્રેસ બે નેતાઓને મેન્ડેટ    આપતા ધમસાણ થઇ ગયું. શનિવારે ઉમેદવારી નોંધાવવાન છેલ્લા દિવસે વિજય સિંહ જાડેજા અને આદિત્ય ગોહિલ બંને ફોર્મ ભરવા કલેકેટર કચેરીએ પહોંચતા વિવાદ સર્જાયો અને તેમની વચ્ચે ખેંચતાણની સ્થિતિ સર્જાઇ હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદથી મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસમાં છેલ્લી ઘડી ઉમેદવારોને લઇને રહસ્ય રહ્યું. ભાજપે તો બે દિવસ પહેલાં પોતાના તમામ 192 ઉમેદવારો જાહેર કરી દીધા હતા. પરંતુ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ હજુ સુધી બનેલી છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. પરંતુ મોટા ભાગે તેણે ઉમેદવારો જાહેર કર્યા નથી. માત્ર નેતાઓને મેન્ડેટ આપીને ફોર્મ ભરવાની સુચના અપાઇ રહી છે.

છેલ્લી ઘડીએ સ્પષ્ટતા થઇ જશેઃ કોંગ્રેસ

રાજકોટમાં વિજય સિંહ જાડેજ અને આદિત્ય ગોહિલ એક સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચતા ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું. બંનેનો દાવો હતો કે પક્ષ તરફથી તેમને મેન્ડેટ મળ્યું છે. જો કે ડબલ મેન્ડેટ અંગે કોંગ્રેસના સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લી ઘડીએ એક નામ અંગે મેન્ડેટ અપાશે.

કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી નહીં કરવાને લીધે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. અમદાવાદમાં પણ આવી પરિસ્થિતિ છે. જેના લીધે NSUIના 750 કાર્યકરોએ ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપી દીધા.

અન્ય વોર્ડમાં પણ ડબલ મેન્ડેટની સંભાવના

એવી સંભાવના વ્યકત કરાઇ રહી છે. કોંગ્રેસ દ્વારા અન્ય કેટલાક વોર્ડ માટે પણ ડબલ મેન્ડેટ અપાયું હશે. જો કે તે અંગે હજુ માહિતી પ્રાપ્ત થઇ નથી.

Congress1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *