Gujarat

ગઢડામાં મઘરપાટ વિસ્તારમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો પરેશાન

બોટાદ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સ્થાનિકો અનેક સમસ્યાથી પરેશાન છે. ત્યારે વધુ એક સમસ્યા સામે આવી છે. જેમાં ગઢડા શહેરના મઘરપાટ વિસ્તારમાં ગટરનું દુષિત અને અતિદુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેવાને કારણે વાતાવરણ પણ દુર્ગંધયુક્ત બની ગયું છે. જેને લઇ સ્થાનિકો તોબા પોકારી ઉઠ્‌યા છે. જેને કારણે મચ્છરોના ઉપદ્રવમાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. જેથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. રોડ પરથી અવર જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ પણ ખુબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો વહેલી તકે ગટરયુક્ત પાણીનો યોગ્ય નિકાલ લાવી પ્રશ્ન હલ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *