કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બજેટ રજૂ થયા પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો આવવાથી સામાન્ય વ્યક્તિના ખિસ્સા ઉપર ભાર વધ્યો છે. આને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમને એખ સમાચાર શેર કરતાં ટ્વિટ કરતા કહ્યું કે, મોદી સરકારે બજેટ બગાડી દીધું છે- દેશ અને ઘર બંનેનું.
રાહુલ ગાંધી બજેટને લઈને સતત મોદી સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તેમને શુક્રવારે કહ્યું હતુ કે, મોદીના મિત્ર કેન્દ્રીય બજેટમાં- ખેડૂતોને પેટ્રોલ-ડીઝલના વધારે ભાવ આપવા પડશે અને કોઈ આર્થિક મદદ પણ મળશે નહીં. ત્રણ કૃષિ-વિરોધી કાનૂનોને કચડ્યા પછી દેશના અન્નદાતા પર વધુ એક વાર!
એક પછી એક અનેક ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીના મિત્ર કેન્દ્રીય બજેટનું અર્થ છે- વિષમ પરિસ્થિતિઓમાં ચીન સામે ઝઝૂમી રહેલા જવાનોને સહાયતા નહીં. દેશની રક્ષા કરનારાઓ સાથે વિશ્વાસઘાત!
અસલમાં, આ વર્ષે કેન્દ્ર સરકારે રક્ષા બજેટને લગભગ 1.4 ટકા સુધી જ વધાર્યું છે, જ્યારે નાણાંમત્રીએ પોતાના ભાષણમાં રક્ષા ક્ષેત્રનો ઉલ્લેખ પણ કર્યો નથી. આ કારણે જ વિપક્ષ સરકારની આકરી ટીકા કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, પીએમ નરેન્દ્ર મોદીના દોસ્તો માટે બનાવેલા બજેટમાં જવાનોને દગો આપવામાં આવ્યો છે. બોર્ડર પર જવાન ચીનની આક્રમકતાનો સામનો કરી રહ્યાં છે, પરંતુ તેમને કોઈ પણ સમર્થન મળી રહ્યું નથી. ભારતના રક્ષકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, રાહુલ ગાંધી બજેટને લઈને મોદી સરકાર પર સતત નિશાન સાંધી રહ્યાં છે. કોંગ્રેસ સાંસદનો આરોપ હતો કે, નાણામંત્રીએ બજેટમાં રક્ષાને લઈને કોઈ ઉલ્લેખ કર્યો નથી, રક્ષા મંત્રાલયનો બજેટ પણ વધારવામાં આવ્યો નથી. આ મુદ્દા ઉપર રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ પણ કરી હતી. કોંગ્રેસ સાંસદનું કહેવું હતુ કે, માત્ર મોદી સરકારના નજીકના કરોડપતિઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ જે જવાન ચીનનો સામનો કરી રહ્યાં છે, તેમના માટે કંઈપણ કરવામાં આવ્યું નથી.


