વડોદરા:
શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નામનો એક બોગસ સરક્યુલર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને 7 ફેબ્રુઆરી પહેલા બૉયફ્રેન્ડ બનાવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં, બૉયફ્રેન્ડ વિના કૉલેજમાં કોઈ છોકરીને પ્રવેશ નહીં આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોઈ ભેજાબાજ દ્વારા એમ એસ યુનિવર્સિટીના લેટરહેડનો ઉપયોગ કરીને “મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી છોકરીઓ માટે સરક્યુલર” શિર્ષક હેઠળ એક બોગસ સરક્યુલર તૈયાર કરીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં કોલેજમાં આવવા માંગતી વિદ્યાર્થિનીઓને 7 ફેબ્રુઆરી સુધીમાં ઓછામાં ઓછો એક બૉયફ્રેન્ડ હોવો જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જેનો હેતુ તેમની સુરક્ષાનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં આજથી કોલેજોમાં પ્રથમ વર્ગનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. 11 મહિના બાદ કોલેજ કેમ્પસ ફરીથી ધમધમતા થયા છે, ત્યારે આવા સરક્યુલરે લોકોમાં ચર્ચા જગાવી છે. હાલ એમ એસ યુનિવર્સિટી દ્વારા વડોદરા પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.