Delhi

સાગર ધનખડ હત્યાકાંડ કેસમાં દિલ્હીની કોર્ટે રેસલર સુશીલ કુમાર પર આરોપ ઘડ્યા

નવીદિલ્હી
સાગર ધનખડ હત્યાકાંડ કેસમાં દિલ્હીની એક કોર્ટે રેસલર અને બે વખતના ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમાર પર આરોપ ઘડ્યા છે. સુશીલ કુમારની સાથે-સાથે ૧૭ અન્ય લોકો પર પણ આરોપ ઘડવામાં આવ્યા છે. દિલ્હીની રોહિણી કોર્ટે સુશીલ કુમાર સહિત ૧૮ લોકો પર હત્યા, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર રીતે ભીડ ભેગી કરવાની સાથે અન્ય કલમો હેટળ ગુનાહિત ષડયંત્ર રચવાના આરોપ ઘડ્યા છે. આ સિવાય કોર્ટે આ કેસમાં ફરાર ચાલી રહેલા ૨ આરોપીઓ વિરુદ્ધ પણ આરોપ નક્કી કર્યાં છે. વર્ષ ૨૦૨૧માં ૪-૫ મેની રાત્રે સુશીલ કુમાર પોતાના કેટલાક સાથીઓની સાથે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ પહોંચે છે અને યુવા રેસલર સાગર ધનખડ સાથે મારપીટ કરે છે. આ ઘટનામાં સાગરને ગંભીર ઈજા પહોંચે છે અને બાદમાં તેનું મોત થઈ જાય છે. ઘટના બાદ સુશીલ કુમાર ફરાર થઈ જાય છે અને ૧૭ દિવસ બાદ તેની ધરપકડ થાય છે. દિલ્ગીની સ્પેશિયલ સેલની ટીમ સુશીલ કુમાર અને અન્ય લોકોની ધરપકડ કરે છે. હાલ સુશીલ કુમાર હત્યાકાંડ સાથે જાેડાયેલા અન્ય આરોપીની સાથે તિહાડ જેલમાં બંધ છે. સાગર ધનખડ હત્યાકાંડમાં દિલ્હી પોલીસે સુશીલ કુમાર સહિત ૨૦ લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાં બે આરોપી ફરાર છે, જ્યારે ૧૮ની ધરપકડ કરી લેવામાં આવી હતી. ફરાર આરોપીઓને પોલીસ હજુ શોધી રહી છે. જાણવા મળી રહ્યું છે કે રેસલર સુશીલ કુમાર અને સાગર ધનખડ વચ્ચે દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં એક ફ્લેટને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વાત મારપીટ પર આવી ્‌ને સાગરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાગર ધનખડ સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સુશીલ કુમાર હાથમાં ડંડો પકડીને ઉભો જાેવા મળ્યો હત. આ વીડિયોમાં સાગર ધનખડ જમીન પર પડેલો જાેવા મળે છે. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થાય છે કે સાગરનું મોત માથામાં ઈજા થવાને કારણે થયું છે. આ ઘટનામાં સાગરનું મોત અને બે અન્ય લોકોને ઈજા થઈ હતી.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *