શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર તા.કુકાવાવ જિ.અમરેલી ખાતે છેલ્લા નવ વર્ષથી દર શનિવારે રાતના ૮ થી ૯ ના સમયમાં ચાલતી નોન સ્ટોપ એક કલાક રામધૂન ના સંકલ્પ કર્તા રામરસિકદાસજી સદગુરુ રામપ્રિયાદાસજી મહારાજ ( રસિકભાઈ નિમાવત પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર આચાર્ય સંઘ રાજકોટ ) ના વડીલ પરમમિત્ર શ્રી જયંતીભાઈ જાની સાહેબ ( પૂર્વ આચાર્ય શ્રી શારદામણિ વિદ્યાલય રાજકોટ રણછોડનગર અને વર્તમાન સંચાલકશ્રી ) ના વંદનીય માતૃશ્રી લલીતાબેન અમૃતલાલ જાની એ માતા ભગવતી અન્નપૂર્ણા દેવી નું સ્મરણ કરતાં કરતાં મહાપ્રયાણ કૈલાસ વાસ થતા સદગત પવિત્ર આત્માના કલ્યાણ અર્થે વિવિધ સંસ્થાઓ ગૌશાળા અભ્યાગત ને યથાયોગ્ય દાન કરેલ છે.જેની સ્મૃતિમાં શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ ના સાનિધ્ય માં રૂ.૨૫૦૦૦/- ના રસોઈ બનાવવાના વાસણ અર્પણ કરતા આજ રોજ અન્નપૂર્ણા ભંડાર માં પ્રસાદ બનાવી પ્રસાદ ધરીને , બટુક ભોજન,સંતભોજન, ભાવિકો ને પણ પ્રસાદ લેવડાવવા ના કાર્યક્રમ માં ઉપસ્થિત પ.પૂ.બજરંગદાસબાપાના કૃપા પાત્ર શ્રી નિરંજનભાઈ રામાનુજ સાહેબ રાજકોટ ( સમાજ સુરક્ષા વિભાગ ) દાતાશ્રી જયંતીભાઈ જાની સાહેબ, પ્રસાદ ના દાતા સંકલ્પ કર્તા કાનજીભાઈ મનજીભાઈ વસાણી પૂર્વ સરપંચ અને પૂર્વ આચાર્ય શ્રી એન.કે.વસાણી હાઈસ્કૂલ જંગર તેમજ ભાનુબેન વસાણી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કુંકાવાવ વડીયા ના સુપુત્ર આશિષ કાનજીભાઈ વસાણી દંપતિ ઉપસ્થિત રહ્યા, જયંતીભાઈ પટેલ મંત્રી શ્રી આંતર રાષ્ટ્રીય હિંદૂ પરિષદ સૌરાષ્ટ્ર ઝોન,સી.એલ.રૈયાણીસાહેબ સંચાલક શ્રી દિપજયોત વિદ્યાલય રફાળા, સરલાબેન ત્રિવેદી પૂર્વ આચાર્ય પ્રિયદર્શિની હાઈસ્કૂલ રાજકોટ, ડૉ.નંદિની ત્રિવેદી, રામાયણી શ્રી શિવરામબાપુ કુંકાવાવ, રામાનુજ ભાઈ ( જી.ઈ.બી. ) કુંકાવાવ, વેપારી શ્રી જયંતીભાઈ કુંકાવાવ, કુબાવત બાપુ કોઠારીયા ,ભડીગજીબાપુ કોઠારીયા તેમજ ભાવિકો ઉપસ્થિત રહેલ.પધારેલ મહેમાનો નું પુષ્પ અને શાલ થી સન્માન કરેલ. અન્નપૂર્ણા ભંડાર ના વાસણ ના દાતા શ્રી જયંતીભાઈ જાની સાહેબ નું શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર તરફથી અને રામધુન માં આવતા ભાવિકો તરફ થી તેમજ નિમાવત પરિવાર તરફથી,… અને શ્રી જયંતીભાઈ પટેલ મંત્રી શ્રી આંતર રાષ્ટ્રીય હિંદૂ પરિષદ સૌરાષ્ટ્ર ઝોન તરફથી પણ સન્માન કરવામાં આવેલ તે સમય ની તસ્વીરો. *રિપોર્ટર:-પંકજ ટીલાવત..*
