યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ દ્રારા કલેકટરને પત્ર પાઠવ્યુ..
ઉનાના દરીયા કિનારાના ગામોમાં ગુજરાત રાજય આપતી વ્યવસ્થાપન સતા મંડળ મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટરનું નિર્માણ નેશનલ સાયકલોન રિસ્ક મિટીગેશન પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યુ છે. આ દરીયા કાંઠાના ગામોમાં ખજુદ્રા ગામમાં પણ આ મલ્ટીપર્પઝ સાયકલોન શેલ્ટર બનાવવામાં આવ્યુ છે. અન્ય દરીયા કાંઠાના ગામોમાં આ મલ્ટીપર્પઝ સાયકલોન શેલ્ટરનો કબ્જો સબંધીત ગામના સાયક્લોન સેલ્ટર મેનેજમેન્ટ એન્ડ મેન્ટેનન્સ સમીતીના સભ્ય અને તલાટીકમ મંત્રી અને જે તે ગામના સરપંચને કબ્જો સોપવામાં આવ્યો છે. પરંતુ ખજુદ્રા ગામના મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટરનો કબ્જો હજુ સુધી સમીતીને સોપવામાં આવેલ નથી. આ મલ્ટીપર્પઝ સાયકલોન શેલ્ટર બાંધકામમાં ભષ્ટાચારની આશંકા છે એટલે જ સોપવામાં ન આવ્યુ હોય ! સરકાર દ્રારા કરોડોના ખર્ચએ આવું મલ્ટીપર્પઝ સાયકલોન શેલ્ટરનું નિર્માણ કરવામાં આવેલ હોય છતાં જવાબદાર સ્થાનિક સમીતીને કબ્જો સોપવામાં આવેલ નથી. તેની તપાસ કરવામાં આવે અને આ મલ્ટીપર્પઝ સાયકલોન શેલ્ટરના બાંધકામ, ફર્નિચર, લાઈટ ફીટીંગ અને મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટરની હાલની સ્થિતી તેમજ ચુકવાયેલ નાંણા અને બી.યુ.સી.ની નકલ અને જે તે વિભાગના અધીકારીની વિજીટ, બાંધકામ પુર્ણ થયેલ હોય તેની એન.ઓ.સી ની તટસ્થ એજન્સી દ્રારા તપાસ કરવામાં આવે તેવી માંગ યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ રસીક ચાવડા દ્વારા ગુજરાત રાજય આપતી વ્યવસ્થાપન સતા મંડળ, ગાંધીનગર અને ગીર સોમનાથ કલેકટરને પત્ર લખી જવાબદાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.