જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું… આવેદન આપ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ દિગુભા એ જણાવ્યું હતું કે તાજેતરમાં જામનગર ખાતે મુખ્ય મંત્રિશ્રી વિજયભાઈ રૂપાણી એ તારીખ : – 13.02.2021 ના રોજ સભા કરેલ હતી. તે દરમિયાન મુખ્ય મંત્રીશ્રી ભાજપ નેતાઓ અને ૬૪ ઉમેદવારો અને ભાજપ ના કાર્યકર્તાઓ ને પણ મળયા હતા ત્યારબાદ રવિવાર ના રોજ વડોદરા ખાતે સભા સંબોધી હતી તે દરમિયાન તેને ચકર આવતા તે પડીગ્યા હતા . સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં તેમનો કોરોના રીપોટ પોઝીટિવ આવ્યો હતો . તો તેના સંપર્ક માં આવેલા જામનગર ના નેતાઓ અને ૬૪ ઉમેદવારો અને ભાજપના કાર્યકર્તાઓ ને કોવિડ -૧૯ ના નિયમ મુજબ ૭ દિવસ માટે કોરોન્ટાઇન કરવાં જોઈએ પરંતુ જામનગર શહેરમાં ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર ચાલુ છે. નેતાઓ અને ૬૪ ઉમેદવારો જે વિજયભાઈ રૂપાણી ના સંપર્ક માં આવ્યા હતા. તે પણ પ્રચાર અર્થે નીકળે છે. અને જામનગર ની જનતા ને મળે છે. તેથી લોકો નું સ્વાથ્ય ખતરામાં છે તો આવા સંજોગોમાં કોરોના ફેલાવવાનો ભય વધુ રહે છે.ઉલ્લેખનીય છે કે શહેર પ્રમુખે એ પણ જણાવ્યું હતું કે તંત્ર ની સારી કામગીરી થી જામનગર માં હાલ કોરોના નું સંક્રમણ સંપૂર્ણ કાબુ માં છે ત્યારે હવે કોરોના નું સંક્રમણ વધુ વકરે નહિ એ જોવું રહ્યું…
