Gujarat

અમદાવાદઃ ચાંદીના ભાવ વધ્યા તો સોનામાં થયો ઘટાડો, જલદી સોનું કરશે બાઉન્સ બેક, જાણો આજના bhav

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે.

અમદાવાદઃ અમેરિકી ડોલરની (American dollar) તુલનાએ ભારતીય રૂપિયા (Indian rupee) મજબૂત થયો છે જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં રૂપિયા 45 પૈસા મજબૂત થયો છે. અત્યારે લગ્નસરાની સિઝન (Wedding season) ચાલી રહી છે અને સોનાના ભાવ ગણા નીચે આવી ગયા છે. જોકે, માંગ હજી વધશે જેના પગલે આ ઘટાડો શોર્ટ ટર્મની વાત છે. સોનું જલદી બાઉન્સ બેક કરશે. એટલા માટે આ સોનાની જ્વેલરી ખરીદવાની સારી તક છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો (Silver Price today) વધારો જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો (Gold Price today)સુધારો જોવા મળ્યો હતો.

અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 3 March 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો સુધારો થતાં ચોરસા 69,700 રૂપિયા અને ચાંદી રૂપું 69,500 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 69,500 રૂપિયા અને ચાંદી રૂપું 69,300 રૂપિયાની સપાટીએ પહોંચી હતી.

Screenshot_20210304-174629_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *