નવીદિલ્હી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને સીબીઆઇએ લિકર કૌભાંડ મામલે પુછપરછ કરવા માટે આજે બોલાવ્યા હતાં આથી સિસોદિયા ઘરેથી નીકળ્યા ત્યારે તેમની પત્નીએ તેમને તિલક લગાવ્યું હતું. જ્યારે રેલીમાં નીકળ્યા ત્યારે શહીદીના ગીતો વગાડવામાં આવી રહ્યા હતા. આ પછી તેઓ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવી હતી સીબીઆઇ ઓફિસ જતા પહેલા સિસોદિયા રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને નમન કર્યા હતા. બીજી તરફ તરફ સીબીઆઇ ઓફિસ બહાર આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં આથી પોલીસે આપ નેતા અટકાયત કરી હતી સિસોદિયા પૂછપરછ માટે જવા ઘરની બહાર નીકળ્યા ત્યારે પત્નીએ તિલક લગાવ્યું હતુ અને માતાએ આશીર્વાદ આપ્યા હતા. સિસોદિયા ખુલ્લી કારમાં સમર્થકો સાથે નીકળ્યા હતા, તે દરમિયાન શહીદીના ગીતો વાગી રહ્યા હતા. સામાન્ય રીતે માર્ગ પર રેલી જેવો માહોલ જાેવા મળ્યો હતો. આ દરમિયાન સિસોદિયાએ કહ્યું- મારી ધરપકડની તૈયારી છે અને હું બલિદાન આપવા માટે તૈયાર છું. પૂછપરછ મામલે સિસોદિયાએ કહ્યું હતુ કે, આ કેસ સંપૂર્ણપણે નકલી છે, પરંતુ મારા જેલમાં જવાથી ગુજરાતની ચૂંટણી પ્રચાર અટકશે નહીં. સારી શાળા, હોસ્પિટલ, નોકરી, વીજળી માટે ગુજરાતનો દરેક માણસ હવે ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. ગુજરાતમાં આવનારી ચૂંટણી એક આંદોલન બની રહેશે. સિસોદિયાએ કહ્યું હતું કે મારી વિરુદ્ધ સંપૂર્ણપણે ખોટો કેસ કરીને મારી ધરપકડ કરવાની તૈયારી કરી રહ્યા છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે મારે ગુજરાત જવાનો હતો.આ લોકો ગુજરાતમાં ખરાબ રીતે હારી રહ્યા છે. તેમનો હેતુ મને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જતા અટકાવવાનો છે. આ દરમિયાન કેજરીવાલે પણ ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતુ. કેજરીવાલે કહ્યુ્ં- ગુજરાતનું પરિણામ ૮ ડિસેમ્બરે આવશે. આ લોકો ત્યાં સુધી મનીષને જેલમાં રાખશે. જેથી મનીષ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર માટે ન જઈ શકે. સિસોદિયાની રેલી પર કટાક્ષ કરતા ભાજપે કહ્યું કે આ છછઁનો જશ્ન-એ-ભ્રષ્ટાચાર છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, “સિસોદિયા તેમના સમર્થકો સાથે રસ્તાઓ પર ખુલ્લી કારમાં સૂત્રોચ્ચાર કરતા એવું લાગે છ કે આપ ભ્રષ્ટાચારનો વર્લ્ડ કપ જીતી ગઈ છે.”
