Gujarat

નીતા અંબાણીનું એલાન- રિલાયન્સના તમામ કર્મચારી અને તેમના પરિવારોને ફ્રીમાં અપાશે કોરોના વેક્સીન

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તમામ લોકોના સમર્થનથી આપણે ટૂંક સમયમાં આ મહામારીનો ખાતમો કરીશું

મુંબઈ. દેશભરમાં કોરોના વાયરસની મહમારી (Coronavirus Pandemic)ના ખાતમા માટે કોવિડ વેક્સીનેશન અભિયાન (Covid Vaccination Campaign) ચાલી રહ્યું છે. આ દરમિયાન વેક્સીનેશનને લઈ રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)ની ચેરપર્સન નીતા અંબાણી (Nita Ambani)એ મોટી જાહેરાત કરી છે.

નીતા અંબાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કંપની રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોના વેક્સીનેશનનો ખર્ચ પોતે ઉઠાવશે.

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તમામ લોકોના સમર્થનથી આપણે ટૂંક સમયમાં આ મહામારીનો ખાતમો કરીશું. પરંતુ ત્યાં સધી તકેદારી રાખવી પડશે. આપણે હવે આ લડાઈના અંતિમ ચરણમાં છીએ. આપણે જીતીશું. નીતા અંબાણીએ કહ્યું કે, મુકેશ અંબાણી (Mukesh Ambani) અને મેં નિર્ણય કર્યો છે કે અમે રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને ફ્રીમાં વેક્સીન પૂરી પાડીશું.

નીતા અંબાણીએ રિલાયન્સના કર્મચારીઓને ઉદ્દેશીને લખેલા પત્રમાં કહ્યું કે, રિલાયન્સ ફેમિલિ ડે 2020ના સંદેશમાં મુકેશ અને મેં વ્યક્તિગત રીતે બાંહેધરી લીધી હતી કે જ્યારે ભારતમાં કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળશે તો વહેલી તકે આપણા રિલાયન્સના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોનું વેક્સીનેશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશું. અમે આ ઉદ્દેશ્ય માટે કટિબદ્ધ છીએ.

નીતા અંબાણીએ આ ઉપરાંત કર્મચારીઓને અપીલ કરી કે જે પણ લોકો વેક્સીન લેવા માંગે છે તેઓ વહેલામાં વહેલી તકે વેક્સીન માટે ખાસ તૈયાર કરવામાં આવેલા સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવો, જેથી આ મહામારીનો ઝડપથી ખાતમો કરી શકાય. વેક્સીનેશનનું બીજું ચરણ પહેલી માર્ચથી શરૂ થઈ ગયું છે.

નોંધનીય છે કે, દેશમાં કોવિડ વેક્સીનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને ગુરૂવાર સુધીમાં 1.77 કરોડ લોકોને ડોઝ આપવામાં આવી ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ગુરૂવાર સાંજે 7 વાગ્યા સુધી કુલ 1,77,11,287 વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તેમાં 68,38,077 હેલ્થવર્કરોને પહલો અને 30,82,942 હેલ્થવર્કરોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. બીજી તરફ 60,22,136 ફ્રન્ટલાઇન વર્કરોને પહેલો અને 54,177 ફ્રન્ટલાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

Screenshot_20210305-121644_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *