Rajasthan

NIA એ દેશમાં ૪૦થી વધારે ઠેકાણે બોલાવ્યો સપાટો!…

જયપુર
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)એ દેશભરમાં આતંકવાદી કનેક્શનને લઈને ઘણા ગેંગસ્ટરોના ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. આજે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એક સાથે ૪૦ સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આ તપાસમાં ભારત અને વિદેશમાં સ્થિત આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ તસ્કરો વચ્ચે વધતી જતી સાંઠગાંઠને ખતમ કરવા માટે પંજાબથી લઈને હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર ઘણા સ્થળોએ દ્ગૈંછ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. એન.આઈ.એના આ દરોડા દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ૪૦થી વધારે ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના સહિત અનેક ગેંગ સાથે જાેડાયેલા લોકોના ઘણા ઠેકાણે એજન્સીએ કાર્યવાહી કરી હતી. ઝજ્જરમાં ગેંગસ્ટર નરેશ સેઠીના ઠેકાણે દ્ગૈંછ ના આ દરોડા પડ્યા હતા. સવારે ૪ વાગ્યે દ્ગૈંછની ટિમ સ્થાનિક પોલીસ સાથે નરેશ સેઠીના ઘરે પહોંચી હતી. તેની ગેરકાનૂની સંપતિ અને બેન્ક ડિટેલ્સ શોધવામાં આવી હતી. ઘરવાળાની પૂછપરછ ચાલી રહી છે. ગેંગસ્ટર સેઠી હત્યા, લાંચ અને અન્ય ગંભીર ગુનાઓ હેઠળ તિહાડ જેલમાં બંધ છે. ડ્રોન ડિલિવરી કેસની તપાસ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે એક માહિતી અનુસાર છેલ્લા નવ મહિનામાં પાકિસ્તાનથી ૧૯૧ ડ્રોન આવ્યા હતા. દ્ગૈંછ અનુસાર, ડ્રોન ડિલિવરી કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. છેલ્લા નવ મહિનામાં પાડોશી દેશ પાકિસ્તાનમાંથી ૧૯૧ ડ્રોન આવ્યા છે. દેશની આંતરિક સુરક્ષાને લઈને આ ખૂબ જ ઘટના ચિંતાજનક સ્થિતિ છે. આ અગાઉ ટેરર ફંડિંગને લઈને પણ દ્ગૈંછ કાર્યવાહી કરતી જાેવા મળી હતી. ત્યારે પણ દેશભરમાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) સહિત અન્ય એજન્સીઓએ ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (ઁહ્લૈં)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. અ તપાસમાં એજન્સીઓએ અલગ-અલગ જગ્યાએથી કુલ ૧૩ સભ્યોની ધરપકડ કરી હતી. જેમાં આસામમાંથી ૭ અને કર્ણાટકમાંથી ૬ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *