Gujarat

મોરબી યુવા આર્મી ગ્રુપની મહિલા ટીમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી કરી

*મોરબી યુવા આર્મી ગ્રુપની મહિલા ટીમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી કરી*

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી: 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. મહિલાઓનું સમાજ અને સંસ્કૃતિની જાળવણીમાં યથાર્ત પ્રદાનને બિરદાવવા આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે. ત્યારે મોરબીના યુવા ગ્રુપની મહિલાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી યુવા આર્મી ગ્રુપની મહિલા વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. દિવસ-રાત જોયા વિના ટ્રાફિક શાખામાં ખડેપગે ફરજ બજાવતાં મહિલાકર્મીઓનું પુષ્પગુચ્છ અને ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા ડીવાયએસપી રાધિકા ભારાઇનું યુવા આર્મી મહિલા ગ્રુપ દ્વારા સન્માન કરાયું હતું.

ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન સ્ત્રીરોગને લગતી તમામ પ્રકારની બીમારીની સારવારમાં ગરીબ પરિવારોને રાહત આપી સારવાર કરતા અને સાથોસાથ અન્ય સેવાકીય કાર્યથી પણ માનવતા મહેકાવતા આર્શિવાદ હોસ્પીટલના ડો.વિણા પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે યુવા આર્મી ગ્રુપના સહસભ્યોએ પરિવાર સાથે કેક કાપી સમુહ ભોજન કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સંપન્ન કરી હતી.

IMG-20210310-WA0002-0.jpg IMG-20210310-WA0003-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *