Gujarat

જેતપુર હાઈવે પરની હોટલમાં ફાયરિંગ, ઘટના CCTVમાં કેદ

3 રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યો યુવક ફરાર:પોલીસે તપાસ હાથ ધરી.
જેતપુર નજીક રાજકોટ-પોરબંદર હાઇવે પર આવેલી શોલે નોનવેજ હોટેલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે ગતરાત્રીએ પિસ્તોલ જેવા હથિયાર વડે 3 રાઉન્ડ ફાયરિંગ કરી હોવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી.રાત્રિના સમયે હોટેલમાં જમવા આવ્યા સમયે હોટલ માલિક સાથે કોઈ કારણોસર બબાલ થયા બાદ છરી કાઢી હોટલ માલિકને ઘમકી આપી હતી ત્યાબાદ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે જેતપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ શરૂ કરી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલી શોલ નોનવેજ હોટલમાં જમવા આવેલા ગ્રાહકોનો કોઈ કારણોસર હોટલ માલિક સાથે ઝઘડો થયો હતો. જે બાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.
આ ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે, અજાણ્યો શખ્સ હોટલની બહાર હાઈવે પર બાઈક નજીક ઉભો છે. થોડીવારમાં તે પોતાના ખિસ્સામાંથી રિવોલ્વર જેવું હથિયાર કાઢીને 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે. જે બાદ સામેથી કોઈ શખ્સ દોડતો આવતા ફાયરિંગ કરનાર શખ્સ બાઈક પર ફરાર થઈ જાય છે.
રાત્રિના સમયે પિસ્તોલ વડે ફાયરિંગ થયું હોવાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી ફાયરિંગ કરેલ પિસ્તોલના કારતૂસના ખોખા મળી આવ્યા છે. હાલ તો પોલીસ સીસીટીવીના આધારે ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

IMG_20221020_184742.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *