સાધારણ સભામાં ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાની પ્રેરક ઉપસ્થિતી…
ઊના – ઊના શહેરમાં વેપારીની બેંક તરીકે ઓળખાતી ઘી ઉના પીપલ્સ કો.ઓ. બેંકના ચેરમેન ઇશ્વરભાઇ જેઠવાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ખેતીના ચેરમેન અને સહકારી અગ્રણી ડોલરભાઇ કોટેચાની પ્રેરક ઉપસ્થિતએ હાજર રહેલ સહકારી અગ્રણી બેંકના સ્ટાફ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ વેપારીઓનો ઉત્સાહ વધારેલ તેમજ બેંકની સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
સાધારણ સભાના પ્રારંભ બેંકના સી ઇ ઓ મિનાક્ષીબેન ધોળકીયા એ બેંકની પ્રગતિ વિશે આંકડાકિય માહીતી આપી હતી. તેમજ બેંક તરફથી સભાસદોને સાત ટકા ડિવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી. પાછલા વર્ષોમાં કોરોના મહામારી અને મંદિનો માહોલમાં બેંક વર્ષ ૨૦૨૧/૨૨માં રૂ.૬૮.૮૨ લાખનો નફો કર્યો હોવાનું જણાવેલ સાથે સાથે વર્ષ ૧૯૯૭ થી બેંકમાં ૨૫ વર્ષથી વધુ સેવા આપનાર સિંધી સમાજના વેપારી અગ્રણી વિજયભાઇ કમવાણી જે બેંકના સુખ-દુઃખના પ્રસંગમાં અડીખમ યોધ્ધાની જેમ ઉભા રહી સતત બેંકની પ્રગતિ કેમ થાય તેવા સફળ પ્રયત્નો કર્યા છે. ત્યારે ઉના પીપલ્સ બેંક એક વૃક્ષ માંથી વટવૃક્ષ બનેલ છે. અને આ પ્રસંગે વિજયભાઇ કમવાણી નિવૃત થતાં હોય બેંક દ્રારા તેમની અવિસ્મરણીય કામગીરીને બિરદાવી સહકારી અગ્રણી ડોલરભાઇ કોટેચા તેમજ બેંકના પદાધિકારી દ્રારા સન્માન કરી સમૃતિ ચિહન અર્પણ કરવામાં આવેલ. તેમજ બેંકના વાઇ.ચેરમેન મિતેષભાઇ શાહ તેમજ પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઇ ગટેચાનો પણ બેંકની પ્રગતિમાં તેમનો સિંહફાળો હોય અને વેપારીની બેંક આગામી દિવસોમાં ગ્રાહકોને ઉતમ પ્રકારની સેવા અને સુવિધા મળે તે બાબતની વિચારણા કરી હતી. જ્યારે બેંકની સ્થાપનાથી અત્યાર સુધીમાં બેંકના પૂર્વ તેમજ નવા વરાયેલા તમામ ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવેલ. અંતમાં આભારવિધી બેંકના પૂર્વ ચેરમેન વિજયભાઇ કમવાણીએ કરેલ. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઇ જોષીએ કર્યુ હતું…


