Delhi

ટ્રેનમાં એક ટિકીટ પર વધુ સામાન લઇ જવા પર ચૂકવવો પડશે ચાર્જ, શું છે આ નિયમ?

નવીદિલ્હી
દિવાળી અને છઠ પૂજાનો સમય છે. લોકોએ પહેલાંથી જ ટ્રેનની ટિકિટ બુક કરી લીધી છે. જ્યારે કોઇ પોતાના ઘરે જાહેર છે ત્યારે સ્પષ્ટ છે કે તહેવારના સમયે સામાન પણ લઇને જાય છે. શું તમે જાણો છો કે એક મુસાફર ટ્રેનમાં પોતાનો સાથે કેટલો સામાન લઇને જઇ શકે છે. જાેકે આ ક્લાસના હિસાબે અલગ હોય છે. જાે ટ્રેનમાં ચેકિંગ દરમિયાન તમારી સામે નિર્ધારિત લિમિટથી વધુ મળી આવે છે તો તમારે તમારા ખિસ્સા ઢીલા કરવા પડી શકે છે એટલે કે તમારે દંડ ચૂકવવો પડી શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કયા ક્લાસમાં કેટલો સામાન લઇને જઇ શકો છો. ટ્રેનમાં સ્લીપર કોચ, ટિયર-૨ કોચ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં સામાન લઇ જવા માટે નિયમ નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે તમે એક નિર્ધારિત સીમા સુધી જ સામાન લઇ શકો છો. તમારી ટિકીટ મુજબથી એક વજન નક્કી કરવામાં આવ્યું છે અને ટ્રેનમાં તે મુજબ સામાન લઇ જઇ શકો છો. રેલવેના નિયમો અનુસાર સ્લીપર કોચમાં એક પેસેન્જર ૪૦ કિલો સામાન લઇ શકે છે. જાે બે લોકો હોય તો ૮૦ કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. આ લિમિટ પ્રતિ મુસાફર મુજબ છે. તો બીજી તરફ ટિયર-૨ કોચમાં એક મુસાફર ૫૦ કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. ફર્સ્ટ ક્લાસમાં આ લિમિટ વધુ થઇ જાય છે. ફર્સ્ટ ક્લાસમાં મુસાસરી કરનાર ૭૦ કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. જાે કોઇ લિમિટથી વધુ સામાન લઇને ટ્રેનમાં મુસાફરી કરે છે તો તેને ૫૦૦ કિલોમીટર સુધી મુસાફરી કરવામાં ૬૦૦ રૂપિયાથી વધુ ફાઇન ચૂકવવો પડે છે. આ દંડ અંતરના આધારે નક્કી કરવામાં આવે છે. જાે સામાન વધુ છે તો લગેજ બોગીમાં તેને જમા કરાવવાનો હોય છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *