Uttarakhand

વડાપ્રધાન મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા અને ગૌરીકુંડ-કેદારનાથ જાેડતો રોપ-વેનો કર્યો શિલાન્યાસ

ઉત્તરાખંડ
પ્રધાનમંત્રી બન્યા બાદ ઁસ્ મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાત લેવા પહોંચ્યા છે. પીએમ મોદી સવારે લગભગ સાડા ૮ વાગે કેદારનાથ મંદિર પહોંચ્યા. અહીં પીએમ મોદીએ કેદારબાબાની પૂજા અર્ચના કરી. આ ઉપરાંત તેમણે શિવનો રુદ્રાભિષેક પણ કર્યો. ત્યારબાદ કેદારનાથ રોપવે પ્રોજેક્ટની આધારશિલા રાખશે. ઁસ્એ આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિના દર્શન પણ કર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ મંદાકિની અને સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી. કેદારનાથમાં બનાવવામાં આવનાર રોપવે ૯.૭ કિલોમીટર લાંબો હશે. તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જાેડશે. આનાથી આ બંને સ્થળોની મુસાફરીનો સમય અડધો કલાક ઘટશે. અત્યારે આ મુસાફરી માટે છ કલાકથી વધુ સમય લાગે છે. પ્રધાનમંત્રી મોદી કેદારનાથમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ ધામ પહોંચી ગયા છે. અહીં થોડવારમાં બદ્રીનાથના દર્શન કરશે. પીએમ મોદીએ આદિ શંકરાચાર્ય સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી અને દર્શન કર્યા. પીએમ મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. કેદારનાથ ધામને રોપ વેની આપી ભેટ. કેદારનાથ રોપ વેની લંબાઈ ૯.૭ કિલોમીટર, ગૌરીકુંડને કેદારનાથ સાથે જાેડશે રોપ વે, માત્ર ૩૦ મિનિટમાં મુસાફરી કરી શકાશે, પહેલાં ૬ કલાક જેટલો લાગતો હતો સમય, હેમકુંડ રોપ વે ગોવિંદઘાટને હેમકુંડ સાહિબ સાથે જાેડશે, રોપ વેની લંબાઈ ૧૨.૪ કિલોમીટર હશે, માત્ર ૪૫ મિનિટમાં મુસાફરી શક્ય બનશે, રોપ વે ફૂલોની ઘાટી ઘાંઘરિયાને પણ જાેડશે, માણાથી માણા પાસ અને જાેશીમઠથી મલારીના રસ્તાને પહોળો કરાશે, રોપ વેની સુવિધાથી ધાર્મિક પ્રવાસનને વેગ મળશે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *