Uttarakhand

પ્રધાનમંત્રી મોદી દર્શન સમયે પહેર્યો ખાસ ડ્રેસ કોણે ભેટમાં આપ્યો હતો જાણો છો?

ઉત્તરાખંડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ઉત્તરાખંડ પ્રવાસે છે. તેમણે સૌથી પહેલા કેદારનાથ મંદિર પહોંચીને દર્શન અને પૂજા અર્ચના કરી. પીએમ મોદી જ્યારે બાબા કેદારનાથની પાવન ભૂમિ પર દર્શન માટે પહોંચ્યા તો તેમણે એક ખાસ ડ્રેસ પહેર્યો હતો. જેનું હિમાચલ પ્રદેશ સાથે ખાસ કનેક્શન છે. પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથ પ્રવાસમાં જે ડ્રેસ પહેર્યો તેને ચોલા ડોરા કહે છે અને તે હિમાચલ પ્રદેશના હાથવણાટ ઉદ્યોગમાં નિર્મિત છે. પીએમ મોદી જ્યારે હિમાચલના ચંબા પ્રવાસ પર ગયા હતા, ત્યારે એક મહિલાએ પોતાના હાથેથી બનાવીને તેમને આ ડ્રેસ ગિફ્ટ કર્યો હતો. પીએમ મોદીએ ચંબા પ્રવાસ દરમિયાન ડ્રેસ ભેટ તરીકે સ્વીકારતા મહિલાને વચન આપ્યું હતું કે જ્યારે પણ તેઓ કોઈ ઠંડી જગ્યાએ જશે ત્યારે તેને પહેરશે. કેદારનાથ મંદિર પહોંચતા પીએમ મોદીએ વચન પૂરું કર્યું. આજે તેઓ આ જ ડ્રેસ પહેરીને પહોંચ્યા. આ ડ્રેસ પર ખુબ જ સરસ હસ્તકળા છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *