Rajasthan

રાજસ્થાનના ભરતપુરમાં યુવતીની છેડછાડને લઈ બે પક્ષોનાં ફાયરીંગમાં એકનું મોત

ભરતપુર
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ફરી એક વાર ગોળીબારની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. અહીંના ડીગ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં છોકરી સાથે છેડછાડની ઘટનાએ જાેર પકડ્યું છે, જેને લઈને ગોળીઓ છુટી હતી. ધનતેરસની આગલી રાતે થયેલી આ ઘટનામાં એક યુવકને ગોળી વાગતા તેનું મોત થઈ ગયું છે અને એક શખ્સ ઘાયલ થઈ ગયો છે. ફાયરિંગ બાદ અહીં તણાવનો માહોલ છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે હાલત સંભાળી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના ડીગ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા જાટોલી થૂન ગામમાં શુક્રવારે થઈ હતી. કહેવાય છે કે, એક યુવતી સાથે છેડછાડને લઈને બે પક્ષ આમને સામને આવી ગયા હતા. બંને પક્ષમાં મામૂલી બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. ત્યાર બાદ ત્યાં બંને પક્ષઓએ હથિયાર ઉગામ્યા હતા અને ભારે હોબાળો થયો અને બાદમાં ફાયરિંગ પણ થયું. આ દરમિયાન રસ્તા પર સફાઈ કરતા એક મજૂર જે આ ઝઘડો જાેવા માટે ગયો અને ફાયરિંગમાં આ યુવકને ગોળી વાગી જતાં મોત થયું હતું. તેમાંથી સરવનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું અને બીજાે અન્ય એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો, ફાયરિંગમં યુવકના મોત બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ અને તણાવ ફેલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ પર ડીગ સદર પોલીસ સહિત કેટલીય પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલત સંભાળી લીધી હતી. બાદમાં પોલીસે સરવનની લાશને કબ્જામાં લીધી, જ્યારે ઘાયલ યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *