Gujarat

રાજકોટની મા.યુ.માં સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ઘટનામાં દ્ગજીેંૈં એ યુનિ.ની માન્યતા રદ કરવા માંગ કરી

રાજકોટ
રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીમાં બનેલી રેગિંગની ઘટનામાં ૧૯ વર્ષીય વિદ્યાર્થી સાથે ક્રૂરતા ભર્યું કૃત્ય આચરનાર સગીર સહીત ૫ સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા આ મામલે શિક્ષણમંત્રીને પત્ર લખી યુનિવર્સીટીની માન્યતા રદ કરવા માંગ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિક્ષણમંત્રીને પત્ર લખી રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવા માંગ કરી છે. તેમને પત્રમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી વિધાનું ધામ નહીં, પરંતુ વિવાદોનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. આવા વિવાદોને કારણે વિધાર્થીઓ અને વાલીઓની ચિંતા ખૂબ જ વધી ગઈ છે. તેમાં પણ સમગ્ર માનવ પ્રજાતિને વિચારવા મજબૂર કરી દે તેવી ઘટના તાજેતરમાં જ યુનિવર્સિટીમાં બની હતી જેમાં ૧૯ વર્ષના વિધાર્થીઓ પર સાથે અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. માટે આપને નમ્ર વિનંતી છે કે આ મુદ્દે તાત્કાલિક ધોરણે આપ યોગ્ય તપાસ કરાવી ગુનેગાર તમામ વિધાર્થીઓને તેમજ કોલેજની બેદરકારીને ધ્યાનમાં રાખીને પીડિત વિધાર્થીને યોગ્ય ન્યાય મળે તેવી વ્યવસ્થા કરાવી જાેઈએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત મારવાડી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીમાં ગેરકાનૂની પ્રવૃતિઓ થઇ રહી છે. જેમાં કોલેજના કેમ્પસમાં જ વિધાર્થીઓની અસ્લિલ હરકતો પ્રેમલીલાના ખુલ્લેઆમ પ્રદર્શન તેમજ થોડા દિવસો પહેલા જ કોલેજના જ અધિકારીથી કંટાળી એક વિધાર્થી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી અમારી સ્પષ્ટ માંગ કરવામાં આવે છે કે મારવાડી યુનિવર્સિટીની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *