Maharashtra

ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર!,સિદ્ધાર્થ-કિયારાએ લીધો મોટો ર્નિણય!

મુંબઈ
બોલીવુડના સ્ટાર અને રોમેન્ટિક કપલની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું નામ જરૂર આવે છે. સિદ્ધાર્થ અને કિયારાએ સત્તાવાર રીતે તો સ્વીકાર્યું નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે પરંતુ આ વાત બધા જાણે છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્‌સનું કહેવું છે કે સિદ્ધાર્થ અને કિયારા જલદી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંને ૨૦૨૩માં લગ્ન કરવાના છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લગ્નના સમાચારો વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ એક મોટો ર્નિણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે લગ્ન પહેલા આ કપલે એક સાથે રહેવા એટલે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો ર્નિણય લીધો છે. અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા એક ઘર શોધી રહ્યાં છે અને તેને સારૂ ઘર નહીં મળે તો કિયારા સિદ્ધાર્થના બાંદ્વા સ્થિત ઘરમાં શિફ્ટ થઈ શકે છે. આ સમાચાર વચ્ચે ફેન્સ ચોંકી ગયા છે, તેને આ સમાચારની આશા નહોતી. નોંધનીય છે કે સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ પોતાના પતિ રણબીર કપૂરની સાથે લગ્ન પહેલા લિવ-ઇનમાં રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે આ સમાચારની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. પરંતુ સિદ્ધાર્થ અને કિયારા તરફથી આ અહેવાલ પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *