બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ નાગરની જમીન જૂની બોડેલી ખાતે આવેલ હોઈ ત્યાં તેમની જગ્યા પર દબાણ થઈ જતા તેઓએ અગાઉ ઉચ્ચકક્ષા સહિત જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓને રજુઆત કરી હતી જ્યારે અન્ય દ્વારા દબાણ દૂર ન કરાતા તેઓએ અગાઉ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું પરંતુ અત્યાર સુધી તેઓની સમસ્યાનું નિવારણ નહીં આવતા તેઓ સહિત પરિવરજોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે તદુપરાંત પીએમ તેમજ સીએમને દિવાળીની શુભેચ્છા સાથે પોતાના રસ્તાની જગ્યા પર દબાણ થઈ ગયેલ અંગે રજુઆત બેનર તેઓએ મુખ્ય માર્ગ પર આવેલ પોતાના ઘર પર બેનર લગાવ્યું છે અધિકારીઓને રજુઆત કરી હોવા છતાં પગલાં ન ભરાયા હોવાનું તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ ૨૮-૧૦-૨૨ ના રોજ તાલુકા વિકાસ અધિકારી ને દબાણ અંગે તપાસ કરી અહેવાલ સોંપવા જણાવેલ છતાં તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરેલ નથી સહિત તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ સાથે બેનરમાં ઉલ્લેખ કર્યો છે જ્યારે પીએમ સહિત સીએમને દબાણ દૂર કરવા અંગે અરજદારે રજુઆત કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
