લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
બી.આર.સી ભવન મહુધા આયોજિત જશુબા વિશ્રામ ગૃહ ખાતે મહુધા તાલુકાની જુદી – જુદી શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓને દાતાશ્રી ઓ નાં સહકારથી મીઠાઈ,ફરસાણ,સ્વેટર સ્માઈલી દડો,પાણીની બોટલ 150 વિદ્યાર્થીઓને ગિફ્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના ” અવસર ” કાર્યક્રમનાં મુખ્ય દાતાશ્રી હરેશભાઈ શાહ દ્વારા દિવ્યાંગ બાળકો અને વાલીઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દિવ્યાંગ બાળકોને આપવામાં આવેલ કીટ માં સ્વેટર,સ્માઈલ દડો અને ફટાકડા આપવામાં આવ્યા હતા ઉપરાંત મહુધા તાલુકાના શિક્ષક શ્રી ઓ તેમજ બી.આર.સી.ભવન સ્ટાફ તરફથી આવેલ દાનની રકમ દ્વારા મીઠાઈ બોક્સ,ફરસાણ,પાણીની બોટલો આપવામાં આવી હતી સમગ્ર કીટ તૈયાર કરી ને ગિફ્ટ આપવામાં આવી હતી
કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાશ્રી ઓ તથા મહેમાનો નું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દાતાશ્રી હરેશભાઈ નાં સુપુત્રો તેમજ તેમનો પરિવાર , કિંજલ બેન જૈમિન ભાઈ પટેલ તેમજ ( IED ) આઈ.ઈ.ડી વિભાગના જિલ્લા કો.ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ કનૈયાલાલ જોશી સાહેબ , બી.આર.સી કો.ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ ડાભી સાહેબ તેમજ સમગ્ર શિક્ષા બી.આર.સી ભવન મહુધા નાં સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.કાર્યક્રમમાં કલ્પેશભાઈ દેસાઈ,મહુધા શૈલેષભાઈ,નાની ખડોલ,કિરણભાઈ,બલોલ તેમનો ખુબ જ સારો મળ્યો હતો.અંતમાં બી.આર.સી ભવન પરિવાર તરફથી દાતાશ્રી ઓ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


