પોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી મા. દિવ્યેશ ગોસાઈએ નેશનલ સાયન્સ કોંગ્રેસમાં ‘ઇકો સિસ્ટમ રીસ્ટોરેશન’ અંતર્ગત પ્રોજેક્ટ બનાવી જિલ્લા સ્તરે બીજું સ્થાન પામી જિલ્લા અને શાળાને ગૌરવાન્વિત કરેલ છે.
‘ડૉ. ક્લામ ડીસ્ટ્રીક કૉમ્યુનીટી સાયન્સ સેન્ટર-જી ખેડા ખાતે યોજાયેલ ‘ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસ’ જે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી ગાંધીનગર તેમજ ગુજરાત સરકારના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના પ્રાચાર્ય અનિલ કામ્બલે ,કેમેસ્ટ્રી શિક્ષક ગજેન્દ્રકુમાર ગહેલોત તથા સમગ્ર
નવોદય વિદ્યાલય પરિવાર મા. દિવ્યેશ ગોસાઈની આ સફળતા બદલ અત્યંત હર્ષની લાગણી અનુભવે છે.


