હાર્દિક કાનાબાર પ્રાચી
*પોલીસે ૩૦૭ નોધી બે આરોપીની ધરપકડ કરી ત્રીજો આરોપી ૧૪ કલાક પછી હોસ્પીટલ માં સારવાર માં*
સુત્રાપાડા ફટાકડા ના વપારી તીક્ષણ હથીયારો લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડેલ હતી આ બનાવ બનતા ફટાકડા નો સ્ટોલ બંધ કરી દેવાની ફરજ પડેલ હતી દીવાળીના તહેવારોમાં આ બનાવ બનતા ભારે ફફડાટ ફેલાયેલ છે પોલીસે ત્વરીત કામગીરી કરી બે આરોપીની અટકાયત કરાયેલ છે જયારે ત્રીજો આરોપી 14 કલાક બાદ હોસ્પિટલે સારવાર માં
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે રાત્ર ૮ કલાકે ગોરખમઢી ગામ ના સરપંચ ના પતિ અરવિંદભાઈ લાખાભાઈ પરમાર,બીજલભાઇ દાસાભાઈ ખુંટડ,રાહુલભાઈ કાનાભાઈ ખુંટડ એ સ્થળ ઉપર જઈ ને પુછેલ કે તે કોને પુછી ને ફટાકડા નો સ્ટોલ ખોલ્યો તે મારી મજુરી કેમ લીધી નથી તેમ કહી આરોપીઓએ લોખંડ નો ધાર વાળા સોપારી કાપવાનો સુડો જોરથી ઉગામી મારી નાખવાના ઈરાદે મારવા જતા દીકરો ધ્રુવ વચ્ચે પડેલ હોય જેથી તેમના માથા માં ગંભીર ઈજાઓ કરેલ હતી તેમજ તેમના પિતા જીતેન્દ્ર લુકકા ને ઢીકાપાટુ લાકડી વડે આડેધડ મારમારેલ હતો ગંભીર ઈજાઓ બાપ દીકરા ને કરતા સરકાર હોસ્પીટલ વેરાવળ માં સારવામાં આવેલ.
ઈજાગ્રસ્ત બન્નેએ જણાવેલ હતું કે આ આખો પરીવાર વેરાવળ રહેવા આવી ગયેલ હોય પણ ધંધો રોજગાર ગોરખમઢી માં હોય જેથી અપડાઉન કરતા હતા ફટાકડા સ્ટોલ નું લાયસન્સ મેળવેલ હતું તેને પતાવી ને અહીં ઘરે જાવ છું તેમ કહી રાડો પાડતા હતા ગંભીર ઈજાઓ હોવાથી અમારો ફટાકડા નો સ્ટોલ ખુલ્લુ મુકી ૧૦૮ માં સારવાર માં આવેલ હતા પોલીસે ૩૦૭ સહીત ની કલમો મુજબ ગુનો નોધી બે ની અટકાયત કરેલ હતી ત્રીજોઆરોપી સવારે ૧૦ વાગ્યે ૧૪ કલાક પછી ખાનગી હોસ્પીટલ માં સારવાર માં આવેલ હતો.
જીતેન્દ્ર લુક્કા એ જણાવેલ હતું કે મારો ધંધો ચાલુ હતો ત્યારે રાત્રે હુમલાખોરો આવી પહોંચેલ હતા તીક્ષણ હથીયારો વડે હમલો કરેલ હતો મને લાકડી સહીત ઢીકાપાટુ નો માર મારેલ હતો ભય અને ડર થી બે લાખ રૂપીયા ના ફટાકડા પડેલ હોય પણ તે સ્ટોલ બંધ કરવો
તેમજ ત્રીજા આરોપી અરવિંદભાઈ લાખાભાઈ પરમાર બનાવ ના ૧૪ કલાક બાદ વેરાવળ ની ખાનગી હોસ્પીટલ માં સારવાર માં આવેલ હોય ત્યાં તેમને ઈજા પામેલ હોય તેવું જણાવતા ડોકટરે ટાકા લીધેલ છે તેમજ ફેકચર હોવાનું પણ ડોકટરે જણાવેલ
તપાસનિશ અધિકારી પી.એસ.આઈ આર.આર.ગળચરે જણાવેલ હતું કે જે ૩૦૭ નો આરોપી સારવારમાં છે તેનું નિવેદન લઈ સ્થળોને જાત તપાસ કરવામાં આવશે પણ આટલી ઈજાઓ હોય ૧૪ કલાક બાદ સારવારમાં આવવું તેની પોલીસ ગંભીરતા થી તપાસ કરશે. દીવાળી ના તહેવારોમાં જે વેપારી વર્ગ આ ગામમાં રહે છે તેમાં પણ ભારે ભય વ્યાપેલ છે આ ગંભીર ગુનાની જાણ એસ.પી મનોહરસિંહ જાડેજા ને થતા તેને પણ કડક કામગીર થાય તે માટે આદેશ આપેલ છે.


