વોશિંગ્ટન
શનિવાર અને રવિવાર એટલે કે વિકએન્ડ પછી સોમવાર આવે છે. આ દિવસે નોકરીયાત લોકો પોતપોતાના કામે લાગી જાય છે. વિદ્યાર્થીઓ શાળાએ જાય છે, બિઝનેસમેન બિઝનેસમાં લાગી જાય છે. અર્થાત રજા પછી આખી દુનિયા પોતાના કામે લાગી જાય છે. રસ્તાઓ પર ટ્રાફિક જાેવા મળે છે, મેટ્રો અને લોકલ ટ્રેનોમાં ભીડ રહે છે. હવે બે દિવસની રજા બાદ લોકોને કામ પર પરત ફરતા કંટાળો આવે છે તેથી જ લોકો સોમવારને સૌથી વધુ નાપસંદ કરતા હોય છે. ત્યારે હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે (્રી ય્ેૈહહીજજ ઉર્ઙ્મિઙ્ઘ ઇીષ્ઠર્ઙ્ઘિજ) સોમવારને ‘અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ (ઉર્જિં ડ્ઢટ્ઠઅ ર્ક ્રી ઉીીા)’ તરીકે જાહેર કર્યો છે, કારણ કે સોમવારને અઠવાડિયાના પ્રથમ દિવસ તરીકે મોટાભાગના લોકો દ્વારા ધીમો અને અત્યંત કંટાળાજનક હોવાનું માનવામાં આવે છે. ય્ઉઇના ટ્વીટ પર ઘણા ટિ્વટર યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. કેટલાક માને છે કે, સોમવારનું નામ ‘ેંખ્તર’ રાખવું જાેઈએ, જેનો અર્થ એ છે કે, દિવસની શરૂઆત કરવામાં જરા પણ રસ નથી અને કેટલાક અન્ય લોકો ઇચ્છે છે કે, આ દિવસને વિકેન્ડ્સમાં સામેલ કરવામાં આવે. સોમવારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ટ્વીટ કર્યું હતું કે, અમે સત્તાવાર રીતે સોમવારને અઠવાડિયાના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ આપી રહ્યા છીએ. ટ્વીટ્સ પછીની મિનિટોમાં કરવામાં આવેલી કમેન્ટ્સ પરથી કહી શકાય કે, ઘણા લોકો રેકોર્ડ સાથે સહમત હોઇ શકે છે. પ્રખ્યાત એનિમેટેડ કેરેક્ટર એંગ્રી બર્ડ માટેના સત્તાવાર પેજે જીડબ્લ્યુઆરના ટ્વીટ પર કમેન્ટ કરી છે. એંગ્રી બર્ડે કહ્યું, તમને લાંબો સમય લાગી ગયો, જેના જવાબમાં જીડબ્લ્યુઆરએ જવાબ આપ્યો, “ૈાિ”, અથવા “આઇ નો રાઇટ! (ૈં ાર્હુ ઇૈખ્તરં)”. ઘણી કમેન્ટ્સ પણ આ જ રીતે જાેઇ શકાય છે, જેમાં યુઝર્સ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે કે આ વાત જાહેર કરવામાં આટલો સમય કેમ લાગ્યો? એક યુઝરે કમેન્ટ કરી, હું સંપૂર્ણપણે સંમત છું અને અન્ય લોકોએ સોમવારનો દિવસ અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ હોવા વિશે વાત કરી હતી. જાેકે, કેટલીક કમેન્ટ્સ આ જાહેરાતની તરફેણમાં ન હતી. તેઓએ સૂચવ્યું હતું કે, સપના અને પેશનને અનુસરવા માટે સોમવાર સુધી રાહ જાેતા હોય તેવા લોકોને આ વાત નિરાશ કરી શકે છે.
