ભરૂચ
વાલિયા-ડહેલી માર્ગ ઉપર ભુજીયા વડ પાસે મોખડી ગામના યુવાનોની બાઈક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાટા અકસ્માત થયો હતો. જેથી બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમના મોત થયા હતા. વાલિયા તાલુકાના મોખડી ગામના ઝાબા ફળિયામાં રહેતો પ્રત્યેક્ષકુમાર ડીનેશ વસાવા મિત્ર વિપુલ વિજય વસાવા સાથે બાઈક નંબર-જી.જે.૧૬.ડી.એચ.૪૦૫૭ લઈ વાલિયા ખાતે કામ અર્થે આવ્યાં હતા. જેઓ પરત પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન વાલિયા-ડહેલી માર્ગ ઉપર ભુજીયા વડ પાસે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા બાઈક સવારો વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


