Maharashtra

મલાઈકા અરોરા વિશે જાણો રસપ્રદ વાતો..

મુંબઈ
બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો આજે જન્મદિવસ છે. પોતાની પર્સનલ લાઈફને લઈને મલાઈકા હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આજે તે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. દેશ-વિદેશના ફેન્સ તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મલાઈકા અરોરા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝની સુંદર અને ફીટ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસ પોતાના ગ્લેમરથી ઉંમરને પણ માત આપે છે. આજે મલાઈકા અરોરા પોતાનો ૪૯મો જન્મદિવસ મનાવી રહી છે. મલાઈકા અરોરા એક સારી ડાન્સર પણ છે. પોતાના આઈટમ નંબરથી એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં ધમાલ મચાવી ચૂકી છે. જેમાંથી એક ગીત મુન્ની બદનામ હુઈ પણ છે. ફિલ્મી પડદાથી દૂર મલાઈકા ટીવી શોઝમાં દેખાઈ રહી છે. મલાઈકા એક એપિસોડ માટે ૫ લાખ રૂપિયા ચાર્જ લે છે. એક્ટ્રેસ ઘણી બ્રાન્ડ્‌સને પણ પ્રમોટ કરે છે. જાણકારી મુજબ, મલાઈકા અરોરાની ટોટલ નેટવર્થ લગભગ ૮૦ કરોડ રૂપિયાની આસપાસ છે. એક્ટ્રેસની પાસે ૨૦ કરોડની કિંમતનું પોતાનું ઘર પણ છે. મલાઈકા અરોરાની પાસે લક્ઝરી કાર પણ છે. તેમની પાસે ૧.૩૮ કરોડની મ્સ્ઉ ૭ સિરીઝ, ૨૦ લાખની ટોટસ ઈનનોવા ક્રિસ્ટા સહિત બે અન્ય કાર છે.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *