Gujarat

બોડેલીના જોજવા ગામે દારૂના અડ્ડા ઉપર જનતા રેડ,

મહિલાઓ સહિત 50 જેટલા ગ્રામજનોએ દારૂની ભટ્ટી તોડી પાડી,
મોટી માત્રામાં જીવાત પડેલા દેશી દારૂના વોશ નો નાશ કર્યો,
પોલીસને જાણ થતાં બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી  ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે બોડેલી તાલુકાના જોજવા ગામે દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડિ હતી. ગામની મહિલાઓ સાથે 50 સ્થાનિક રહિશો પણ આ રેડ પાડવામાં સામેલ થયા હતા. જેના અંતર્ગત બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એક વર્ષ પહેલા પણ મહિલાઓઅ રેડ પાડિ હતી. જેમાં પ્રજાએ બૂટલેગરને પકડીને પોલીસને સોંપ્યો હતો. આ દારૂનો અડ્ડો એક મહિલા બૂટલેગર ચલાવતી હતી. હાલ આ મહિલા બૂટલેગર ફરાર થઇ ગઇ છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને બૂટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બોડેલીના જોજવા ગામે દારૂના અડ્ડા ઉપર જનતા રેડ મહિલાઓ સહિત 50 જેટલા ગ્રામજનોએ દારૂની ભટ્ટી તોડી પાડી,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221029-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *