Delhi

સોલાર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત ઃ પ્રધાનમંત્રી

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૯૪મી વાર મનકી બાત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ મનકી બાતમાં છઠ્ઠ પુજાની વાત કરી. પીએમ મોદીએ કહ્યુંકે, છઠ્ઠ પુજા એ સ્વચ્છતાની વાત પર જાેર મુકે છે. ભારત સૌર ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરતા સૌથી મોટા દેશોમાં સામેલ થઈ ગયો છે. આનાથી આપણાં દેશના ખેડૂતો પણ કમાણી કરી રહ્યાં છે. ખેડૂતોએ હવે સરકારની વિજળી પર ર્નિભર રહેવું પડતું નથી. દેશ ધીરે ધીરે વિવિધ ક્ષેત્રમાં આર્ત્મનિભર થઈ રહ્યો છે. સૌર ઉર્જામાંથી એનર્જી ઉત્પન્ન થવાની પ્રક્રિયાથી ઘણાં લોકોને રોજગાર મળે છે. સૌર ઉર્જા આપણાં માટે વરદાન સમાન છે. સૌર ઉર્જાથી રોજગારના અવસર વધ્યાં છે. ગુજરાતના મોઢેરાના સુર્ય ગામના મોટાભાગના ઘરો સૌર ઉર્જાથી ચાલે છે. આ ગામમાં વિજળીનું બિલ નથી આવતું. આ ગામમાં દરેક ઘરમાં વિજળીનો ચેક આવે છે. મોટેરા ગામના લોકો સાથે સીધી વાત કરી. બિપીનભાઈ પટેલ સાથે વાત કરી. ગામની આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે. ખેડૂતોને વિજળી મેળવવાની ઝંઝટ હતી. થ્રીડી શો બાદ મોઢેરા ગામ ફેમસ થઈ ગયું. મોઢેરા ગામમાં વર્ષાબેન સાથે વાત કરી..તેમણે જણાવ્યુંકે, હું ફોજી પરિવારમાંથી છું. મને રાજસ્થાન અને ગાંધીનગર અને જમ્મુમાં રહેવા મળ્યું. સૂર્યગ્રામ મોઢેરામાં બન્યો તો સૌથી સારું થયું. તમારા લીધે અમારા ગામમાં રોજ તમારા કારણે દિવાળી મનાવવામાં આવે છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, મોઢેરાનો અનુભવ દેશભરમાં અપનાવી શકાય છે. સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવવાથી સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી વિજ બિલ આવતું નથી. અને ઉપરથી વિજળીના પૈસા મળે છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, સોલરની સાથો સાથ ભારત સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ ભારતે એક સાથે ૩૬ સેટેલાઈટને અંતરિક્ષમાં સ્થાપિત કર્યું છે. ડિજિટલ કનેક્ટીવીટીને વધુ મદદ મળશે. દેશ આર્ત્મનિભર બનીને સફળતાની નવી ઉંચાઈ પહોંચી રહ્યો છે. એક સમયે ભારતને રોકેટ ટેકનોલોજી આપવાની ના પાડવામાં આવી હતી. આજે ભારત અંતરિક્ષમાં આગળ વધી રહ્યો છે. વધુમાં પીએમ મોદીએ જણાવ્યુંકે, સોલાર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત. નવરાત્રિનો અવસર નજીક હતો છતાંય અમદાવાદીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાના લેવલનો ખેલ મહોત્સવ યોજ્યો. સ્પોટ્‌સની શાનદાર એક્ટીવીટી ગુજરાતમાં થઈ. ખેલાડીઓએ પણ ખુબ જ સફળતા મેળવી.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *