Gujarat

ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસે આઇસર ટેમ્પોમાં અચાનક ભભૂકી આગ

ભરૂચ
ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસે આવેલી મઢૂલી હોટલ નજીક આઇસર ટેમ્પોમાં લાભ પાંચમની રાતે એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. રાતે મઢૂલી હોટલ પાસે આઇસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આઇસર ટેમ્પો ભડકે બળવા લાગતા વાહનચાલકો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. દૂર દૂર સુધી આગના ગોટે ગોટા ઉડતા જાેવા મળ્યા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ટેમ્પામાં લાગેલી આગનું કારણ અકબંધ રહ્યું હતું.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *